Gujarat

રહેણાંકના મકાનમાંથી દારૂ અને બિયરના જથ્થા સાથે એક શખ્સ ગિરફ્તાર

By GS TEAM
9 Sep 20251 min read
રહેણાંકના મકાનમાંથી દારૂ અને બિયરના જથ્થા સાથે એક શખ્સ ગિરફ્તાર

- દારૂ-બિયરનો જથ્થો રાજસ્થાનના શખ્સે આપ્યો હતો

- લોકલ ક્રાઈમબ્રાન્ચે વિદેશી દારૂ, બિયરના ટીન મળી કુલ રૂ. 8.94 લાખનો મુદામાલ કબ્જે લીધો

ભાવનગર : ટોપ થ્રી સર્કલ તરસમીયા રોડ વિસ્તારના રહેણાંકના મકાનમાંથી વિદેશી દારૂ અને બિયરના જથ્થા સાથે એક શખ્સને લોકલ ક્રાઈમ બ્રાન્ચે રૂ.૮.૯૪ લાખના મુદ્દામાલ સાથે ઝડપી લઇ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ભાવનગર એલસીબીનો સ્ટાફ ભાવનગર શહેર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતો, તે દરમિયાન નિલેશ ઉર્ફે ભુરો કિશોરભાઇ બારોટ (રહે.પ્લોટ નંબર-૨૮ શિવ સાગર સોસાયટી-૦૨, ટોપ થ્રી સર્કલથી તરસમીયા રોડ, ભાવનગર) નામનો શખ્સ તેના કબ્જા-ભોગવટાના રહેણાંક મકાને ઇંગ્લીશ દારૂની બોટલો રાખી વેચાણ કરતો હોવાની બાતમી મળી હતી. જેના આધારે દરોડો પાડી પ્રથમ નિલેશ ઉર્ફે ભુરોને ઝડપી લીધો હતો અને મકાનમાં પ્રવેશી દાદર નીચે બનાવેલ સ્ટોર રૂમમાં તલાશી લેતા ઇંગ્લીશ દારૂની નાની-મોટી બોટલ બોટલ ૩૬૬૭ કિંમત રૂ.૮,૬૮,૦૬૦ અને બિયર ટીન-૧૨૦ રૂ.૨૬,૪૦૦ મળી કુલ રૂ.૮,૯૪,૪૬૦ સાથે નિલેશ ઉર્ફે ભુરોની ધરપકડ કરી પૂછપરછ કરતા દારૂ બિયરનો જથ્થો સુરેશ બિશ્નોઈ (રહે. સાંચોર, રાજસ્થાન) નામનો શખ્સ આપી ગયો હોવાની કબૂલાત કરી હતી. આ બનાવ સંદર્ભે લોકલ ક્રાઈમબ્રાન્ચે બન્ને શખ્સ વિરૂધ્ધ ભરતનગર પોલીસ સ્ટેશનમાં પ્રોહિબીશનની અલગ-અલગ કલમો હેઠળ ગુન્હો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.