દસાડાના સેડલા નજીક ગેરયાદે તમંચા સાથે શખ્સ ઝડપાયો
સુરેન્દ્રનગર - સુરેન્દ્રનગર એસ.ઓ.જી
પોલીસે દસાડા તાલુકાના સેડલાથી ખેરવા જતાં આડા માર્ગે સેડલા ગામની સીમમાંથી શંકાસ્પદ
હાલતમાં પસાર થતાં મોસીન ખાન જત મલકની અટકાયત કરી અને તેની તલાસી લીધી હતી. જેમાં તેની
પાસે ગેરકાયદે લાયસન્સ કે આધાર પુરાવા વગરનો દેશી હાથ બનાવટનો તમંચો મળી આવ્યો હતો.
એસોઓજી પોલીસે હાથ બનાવટનો તમંચો કબજે લેઇ બજાણા પોલીસ સ્ટેશનમાં આર્મ એક્ટ હેઠળ ગુનો
દાખલ કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.