Get The App

ઘોઘારોડના મકાનમાંથી વિદેશી દારૂના જથ્થા સાથે શખ્સ ઝબ્બે

Updated: Jan 21st, 2026

GS TEAM

Google News
Google News
ઘોઘારોડના મકાનમાંથી વિદેશી દારૂના જથ્થા સાથે શખ્સ ઝબ્બે 1 - image

- મદદગારીમાં બે શખ્સના નામ ખુલ્યા

- પેરોલ ફર્લો સ્કવોડે વિદેશી દારૂ રૂ. 7.40 લાખનો મુદ્દામાલ કબ્જે લીધો 

ભાવનગર : ઘોઘારોડ, ચકુતલાવડી સામે, કૈલાસ સોસાયટી, પ્લોટ નં. ૬૨ ના રહેણાંક મકાનમાં પેરોલ ફર્લો સ્કવોડે દરોડો પાડી વિદેશી દારૂના જથ્થા સાથે એક શખ્સને ઝડપી લઇ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ભાવનગર, પેરોલ ફર્લો સ્કવોડનો સ્ટાફ પેટ્રોલિંગ કરી રહ્યા હતા તે દરમિયાન બાતમી મળી હતી કે, લખન ઉર્ફે લખો જીવરાજભાઇ મકવાણા ,સુનીલ અરજણભાઇ ગોહેલ (રહે. બંને ભાવનગર ઘોઘારોડ, ચકુતલાવડી સામે, કૈલાસ સોસાયટી, પ્લોટ નં. ૬૨ ) ,કરશન પ્રવિણભાઇ મકવાણા (રહે. ખારશી ભાવનગર ) એ ઘોઘારોડ, ચકુતલાવડી સામે, કૈલાસ સોસાયટી, પ્લોટ નં. ૬૨ ના રહેણાંક મકાનમાં ઇંગ્લીશ દારૂનો જથ્થો વેંચાણ અર્થે લાવેલ છે. જે બાતમી આધારે પેરોલ ફર્લો સ્કવોડે દરોડો પાડી તલાશી લેતા વિદેશી દારૂની બોટલ ૮૫૮ રૂ.૭,૪૦,૬૮૦ નો મળી આવતા પેરોલ ફર્લો સ્કવોડની ટીમે લખન ઉર્ફે લખો જીવરાજભાઇ મકવાણાની ધરપકડ કરી છે.જ્યારે સુનીલ અરજણભાઇ ગોહેલ,કરશન પ્રવિણભાઇ મકવાણા મદદગારી કરતા હોવાનું ખોલતા પેરોલ ફર્લો સ્કવોડે ત્રણ શખ્સ વિરૂધ્ધ ભરતનગર પોલીસ સ્ટેશનમાં પ્રોહીબિશનની કલમો હેઠળ ગુન્હો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.