Get The App

ફેદરા નજીકથી વિદેશી દારૃ ભરેલી કાર સાથે શખ્સ ઝબ્બે

Updated: Jun 23rd, 2026

GS TEAM

Google News
Google News
ફેદરા નજીકથી વિદેશી દારૃ ભરેલી કાર સાથે શખ્સ ઝબ્બે 1 - image

દારૃનો જથ્થો મંગાવનાર શખ્સ ફરાર

લોકલ ક્રાઈમ બ્રાન્ચે વિદેશી દારૃ ,કાર,મોબાઈલ મળી રૃ.૨.૩૩ લાખનો મુદ્દામાલ કબજે લીધો

ભાવનગરધંધુકા બગોદરા હાઈવે પર આવેલા ફેદરા નજીકથી અમદાવાદ ગ્રામ્ય લોકલ ક્રાઈમ બ્રાન્ચે વિદેશી દારૃ ભરેલી કાર સાથે એક શખ્સને ઝડપી લઇ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

અમદાવાદ ગ્રામ્ય લોકલ ક્રાઈમ બ્રાન્ચનો સ્ટાફ પેટ્રોલિંગ કરી રહ્યો હતો તે દરમિયાન બાતમી મળી હતી કે,બગોદરા તરફથી કાર નંબર જીજે ૨૩ બીડી ૫૬૦૪ માં વિદેશી દારૃનો જથ્થો ભરી ધોલેરા તરફ આવે છે.જે બાતમીના આધારે લોકલ ક્રાઈમ બ્રાન્ચે ફેદરા નજીક દરોડો પાડી સામેથી આવી રહેલી કારને અટકાવી તલાશી લેતા વિદેશી દારૃની ૪૫૬ બોટલ રૃ.૧,૨૮,૭૦૦ નો મુદામાલ મળી આવતા પોલીસે રોહિત જીવણભાઈ વલાણીયાને વિદેશી દારૃ કાર મોબાઈલ મળી રૃ.૨,૩૩,૭૦૦ ના મુદામાલ સાથે ઝડપી લઇ પૂછપરછ કરતા અલ્પેશ ઉર્ફે મુકેશ બડો અશોકભાઈ ડાભી ( રહે.ધંધુકા ,પુનિતનગર ) એ દારૃનો જથ્થો મંગાવ્યો હોવાનું ખોલતા લોકલ ક્રાઈમ બ્રાન્ચે બે શખ્સ વિરૃધ્ધ ધંધુકા પોલીસ મથકમાં ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.