- દારૂનો જથ્થો કારની ડેકીમાં છૂપાવેલો હતો
- પેરોલ ફર્લો સ્ક્વોર્ડે વિદેશી દારૂનો રૂ.૨૩ હજારનો મુદ્દામાલ કબજે લીધો
ભાવનગર : ચિત્રા ફીલ્ટરની ટાંકીથી વિદેશી દારૂ ભરેલી કાર સાથે પેરોલ ફર્લો સ્ક્વોર્ડના સ્ટાફે વિદેશી દારૂનો જથ્થો ભરેલી કાર સાથે એક શખ્સને ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
પેરોલ ફર્લો સ્ક્વોર્ડનો સ્ટાફ પેટ્રોલિંગ કરી રહ્યો હતો તે દરમિયાન બાતમી મળી હતી કે, વિશાલ બાબુભાઇ સોલંકી (રહે.ચિત્રા, સીદસર રોડ, ફીલ્ટરની ટાંકી સામે, ભાવનગર) પોતાની કાળા કલરની નિશાન કંપનીની સન્ની એક્સ.વી. કાર નં. જીજે-૧૨-બીઅર-૩૯૯૩માં ઇંગ્લીશ દારૂનો જથ્થો ભરી ચિત્રા, ફીલ્ટરની ટાંકીથી ફુલસર તરફ જવાના રસ્તે ઉભેલ છે. જે બાતમીના આધારે પેરોલ ફર્લો સ્ક્વોર્ડની ટીમે દરોડો પાડી કારની પાછળની ડેકીમાં તલાશી લેતા વિદેશી દારૂની ૧૦૮ બોટલ રૂ.૨૩,૨૪૦ની મળી આવતા પોલીસે વિશાલ બાબુભાઇ સોલંકીને વિદેશી સાથે ઝડપી લઇ તેના વિરૂધ્ધ બોરતળાવ પોલીસ મથકના ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.


