Gujarat

જંત્રાલ ગામથી ચાઈનીઝ દોરીના 48 ફિરકા સાથે શખ્સ ઝડપાયો

By GS TEAM
25 Dec 20251 min read
જંત્રાલ ગામથી ચાઈનીઝ દોરીના 48 ફિરકા સાથે શખ્સ ઝડપાયો

- પ્રતિબંધિત દોરી બહારથી વેચાણ અર્થે લાવ્યો હતો 

- પોલીસે રૃ. 9,600 નો મુદ્દામાલ જપ્ત કરી ગુનો નોંધીને કાર્યવાહી હાથ ધરી 

આણંદ : બોરસદ તાલુકાના જંત્રાલ ગામના મહાદેવ ફળીયામાંથી એક શખ્સ પ્રતિબંધિત ચાઈનીઝ દોરીના ૪૮ ફિરકા સાથે ઝડપાયો હતો. વિરસદ પોલીસે ઝડપાયેલા શખ્સ સામે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

જંત્રાલ ગામના મહાદેવ ફળિયામાં રહેતો અશોકભાઈ વિજયભાઈ સોલંકી ચાઈનીઝ દોરી બહારથી લાવી વેચાણ કરતો હોવાની માહિતી વિરસદ પોલીસને મળી હતી. જેથી પોલીસે મહાદેવ ફળિયામાં અશોક સોલંકીના ઘરે છાપો મારતા એક શખ્સ શકમંદ હાલતમાં મળી આવ્યો હતો. જેનું નામઠામ પૂછતા શખ્સે અશોકભાઈ વિજયભાઈ સોલંકી હોવાની ઓળખ આપી હતી. પોલીસે ઘરમાં તપાસ કરતા એક પૂંઠાના બોક્સમાંથી પ્રતિબંધિત ચાઈનીઝ દોરીના ૪૮ ફિરકા મળી આવ્યા હતા. જેની અંદાજિત કિંમત રૃપિયા ૯,૬૦૦ જેટલી થવા જાય છે. વિરસદ પોલીસે અશોકભાઈ વિજયભાઈ સોલંકી વિરુદ્ધ જાહેરનામા ભંગનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.