Get The App

વડોદરામાં ઘરની બહાર પાર્ક કરેલ ઇ-સ્કૂટરમાં તોડફોડ કરનારની અટકાયત : કાન પકડાવી ઉઠક બેઠક કરાવી

Updated: Jan 17th, 2026

GS TEAM

Google News
Google News
વડોદરામાં ઘરની બહાર પાર્ક કરેલ ઇ-સ્કૂટરમાં તોડફોડ કરનારની અટકાયત : કાન પકડાવી ઉઠક બેઠક કરાવી 1 - image

Vadodara : વડોદરા શહેરના માંજલપુર પોલીસ મથક વિસ્તારમાં આવેલી જીઆઈડીસી કોલોનીમાં અસામાજિક તત્વોએ ફરીવાર અરાજકતાનો માહોલ ફેલાવવા પ્રયાસ કર્યો હતો. આ વિસ્તારમાં કેટલાક અજાણ્યા લોકોએ એક ઘરની બહાર પાર્ક કરેલી ઇલેક્ટ્રિક મોપેડની તોડફોડ કરી હતી. જોકે ત્યા લગાવેલા સીસીટીવી કેમેરામાં તોડફોડ કરતા કેદ થઈ ગયા હતાં. આ મામલે વાહન માલિકે માંજલપુર પોલીસ મથકમાં ફરિયાદ આપી હતી. જેના આધારે પોલીસે આરોપીને CCTV કેમેરાની ફુટેજના આધારે તેને ઝડપી ઉઠક બેઠક કરાવી કાયદાના પાઠ ભણાવ્યા હતા. 

મકરપુરા જીઆઇડીસી કોલોની વિસ્તારમાં રાત્રિના સમયે અજાણ્યા આરોપીઓએ ઇલેક્ટ્રિક સ્કૂટર પર પથ્થર વડે તોડફોડ કરીને નુકસાન પહોંચાડવામાં આવ્યું હતું. જો કે આ તોડફોડની કરવાની ઘટના નજીક લગાવેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી. જેના કારણે વાહન માલિક સહિતના પરિવારમાં ભયનો માહોલ છવાઈ ગયો હતો અને ઘરની બહાર વાહન પાર્ક કરવા ડરી રહ્યા છે. માંજલપુર પોલીસને ઈલેક્ટ્રિક સ્કૂટરમાં તોડફોડ કરનાર ઇસમ વિશાલ નથુ પાટીલને ઝડપી વિપુલ યાદવ નામના વ્યક્તિને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે. ઝડપાયેલ ઇસમ પાસેથી એક ટૂ વ્હીલર એક્ટિવા કબજે કર્યા બાદ તેને કાન પકડાવી ઉઠક બેઠક કરાવી કાયદાના પાઠ ભણાવ્યા હતા.