વડોદરા,પાણીગેટ બાવામાનપુરામાં પાર્ક કરેલા મોપેડની ડીકીમાંથી ૩૭ હજાર રોકડા ચોરી જનાર આરોપીની પાણીગેટ પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે ધરપકડ કરી રૃપિયા કબજે કર્યા છે.
નરહરિ હોસ્પિટલની પાછળ કલ્યાણનગરમાં રહેતા અને ટેમ્પો ચલાવતા મહમદ હનિફ ઉર્ફે સલમાન રફીકભાઈ શેખ ઉત્તરાણના દિવસે બપોરે સાડા બાર વાગ્યે મોપેડ લઈને તેમના મોટા પપ્પા અમીરૃદ્દીન શેખ (રહે. નૂર એપાર્ટમેન્ટની સામે બાવામાનપુરા,પાણીગેટ)ના ઘરે ગયા હતા.તેમના મોપેડની ડીકીમાંથી રોકડા ૩૭ હજારની ચોરી થઇ હતી. પાણીગેટ પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ કરતા આમીર નાસિરમીંયા અરબ (રહે. બાવામાનપુરા,પાણીગેટ) ની હિલચાલ શંકાસ્દ જણાઇ આવતા પોલીસે તેની પકડી પૂછપરછ કરતા તેણે આર્થિક તંગીના કારણે તેણે મિત્રના મોપેડની ડીકીમાંથી રોકડા૩૭ હજારની ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી.


