વડોદરાના કારેલીબાગમાં મોપેડની ડેકી ખોલી તેમાંથી લેપટોપ સાથેની બેગની ચોરી કરનાર શખ્સ ઝડપાયો
Vadodara : વડોદરા કારેલીબાગ ખાતે મોપેડની ડેકી ખોલી લેપટોપ સાથેની બેગની ચોરી કરનાર રીઢા આરોપી સહીત બે આરોપીને ક્રાઇમ બ્રાન્ચની ટીમે ઝડપી પાડ્યો હતો.
ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ.આર.જી.જાડેજા તથા પોલીસ ઇન્સ.એચ.ડી.તુવર અને પોલીસ ઇન્સ.એન.જી.જાડેજાની દોરવણી હેઠળ ટીમના માણસોને શહેર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી.તે દરમ્યાન માહીતી મળેલ કે, અગાઉ ચોરી-મારામારીના ગુનાઓમાં પકડાયેલ ઇસમ નામે શાહરૂખ ઉર્ફે નટુ પઠાણ (રહે.ઇન્દીરાનગર હાથીખાના વડોદરા) તથા અમીત ઉર્ફે પીયુષ મારવાડીએ ચોરીનું શંકાસ્પદ લેપટોપ વેચાણ કરવાના ઇરાદે હરણી રોડ વિજયનગર ચાર રસ્તા પાસે તુલસીવાડી તરફ જતા રોડના નાકે હાજર હોવાની માહીતી મળતા ટીમે તરત જ માહીતીવાળી જગ્યાએ તપાસ કરતા શંકાસ્પદ બે ઇસમ શાહરૂખ ઉર્ફે નટુ ઇસ્માઇલભાઇ પઠાણ તથા અમીત ઉર્ફે પિયુષ પ્રેમજીભાઇ મારવાડી (બન્ને રહે. હાથીખાના ઇન્દીરા નગર ઝુપડપટ્ટી બ્રીજ નીચે, વડોદરા)મળી આવતા બન્ને ઇસમો પાસેથી એક પ્લાસ્ટીકની થેલી જેમાં એક ડેલ કંપનીનુ ચાર્જર સાથેનું લેપટોપ મળી આવ્યું હતું. બન્ને ઇસમોને આ લેપટોપના બીલ કે લખાણ રજુ કરવા જણાવતા તેઓએ તે નહી હોવાનું જણાવી લેપટોપની માલીકી અંગે સચોટ માહીતી આપી નહી. જેથી બન્નેની સઘન પુછપરછ કરતાં બન્ને ઇસમોએ ભેગા મળી આજથી એક વર્ષ પહેલા કારેલીબાગ જલારામ મંદીર પાસે પાર્ક કરેલ મોપેડની સીટ ઉંચી કરી મોપેડની ડેકીમાંથી લેપટોપ રાખેલ બેગની ચોરી કરેલાની અને તેઓની પાસેથી મળેલ લેપટોપ આ ચોરીમાં મળેલ લેપટોપ હોવાનું જણાવતા જેથી આ લેપટોપને તપાસ અર્થે કબ્જે કરી બન્ને ઇસમ સામે કાયદેસરની કાર્યવાહી કરી હતી. આ લેપટોપ ચોરી અંગે સને-2024માં ચોરીનો ગુનો કારેલીબાગ પો.સ્ટે.માં નોંધાયેલ હોય અને આ ચોરીનો અનડીટેકટ ગુનો ડીટેકટ થતો હોય જેથી આરોપી-મુદ્દામાલ અંગે કારેલીબાગ પોલીસ સ્ટેશનને જાણ કરી વધુ તપાસ માટે સોંપવામાં આવ્યો છે.