Get The App

ઇન્વેસ્ટમેન્ટના નામે મહિલા સાથે ઠગાઇના બનાવ માં બેન્ક ખાતા ખોલાવી આપનાર પકડાયો

Updated: Sep 26th, 2025

GS TEAM

Google News
Google News
ઇન્વેસ્ટમેન્ટના નામે મહિલા સાથે ઠગાઇના બનાવ માં બેન્ક ખાતા ખોલાવી આપનાર પકડાયો 1 - image

વડોદરાઃ ઇન્વેસ્ટમેન્ટના નામે ઠગાઇ કરવાના બનાવમાં બેન્ક ખાતા ખોલાવી આપી ઠગ ટોળકીનું કામ આસાન કરાવાની ભૂમિકા ભજવનાર યુવકની ધરપકડ કરાઇ છે.

તરસાલી વિસ્તારમાં રહેતા રૃમાબેન ઉપર શેરમાર્કેટમાં ઇન્વેસ્ટમેન્ટ માટે ફોન કરનાર ઠગે તમને ફાયદો થાય તો ૩૦ ટકા પ્રોફિટ આપવો પડશે તેમ કહી વિશ્વાસમાં લીધા હતા.તેણે ત્રાહિત વ્યક્તિનો સંપર્ક કરાવ્યો હતો અને શેરની લેવેચ કરાવી હતી.પરંતુ ફાયદો થયો નહતો.ત્યારપછી ઠગે મારા થકી રોકાણ કરો,મને સારો ફાયદો થયો છે તેમ કહી રૃ.૬.૪૦લાખ પડાવી રૃ.૪૪ ૮૦૦ પરત કર્યા હતા.

મહિલાએ રૃપિયા પરત માંગતા બ્રોકરે બીજા રૃ.૧૦.૫૦લાખની માંગણી કરી ઘેર આવીને તાયફો કરવાની ધમકી આપી હતી.જેથી મહિલાએ પોલીસ ફરિયાદ કરતાં  સાયબર સેલે જે બેન્ક એકાઉન્ટમાં રકમ પહોંચી હતી તે એકાઉન્ટ ખોલાવી આપનાર અને આ રકમ બીજાને પહોંચાડવાની ભૂમિકા ભજવનાર મહેસાણાના ધર્મેન્દ્ર ઉર્ફે ધર્મેશ ગમાનજી ઠાકોરની ધરપકડ કરી હતી.

Tags :