શેરબજારમાં રોકાણ કરાવી રૂ. 1 કરોડની છેતરપિંડી આચરનાર શખ્સ ઝબ્બે
- સ્ટોક માર્કેટમાં નફાની લાલચ આપી પૈસા ટ્રાન્સફર કરાવી લીધાં હતા
- 3 માસ પૂર્વે અલગ અલગ બેંક ખાતામાં રકમ જમા કરાવ્યા બાદ ટેક્સના બહાને નફાની રકમ ઉપાડવા ન દીધી
ત્રણ માસ પૂર્વે મૂળ સુરતના વતની અને ભાવનગરમાં તળાજા રોડ, ટોપ ૩ સર્કલ નજીક આવેલ ઈશાવાસ્યમ ખાતે રહેતા અને નિરમા કંપનીમાં ફિલ્ડ ઓફિસર તરીકે નોકરી ફરજ બજાવતા અજયભાઈ જસવંતભાઈ પટેલ સાથે વોટ્સએપ મારફતે વિશ્વાસ કેળવી અજયભાઈને 'ધ ક્રિએશન એનવીજી' એપ્લીકેશન ડાઉનલોડ કરાવી સેબીનુ બનાવટી સર્ટી મોકલી તેમા આઈપીઓ તથા સ્ટોકમાર્કેટમા રોકાણ કરાવી પ્રોફિટ આપવાના નામે વિશ્વાસમા લઇ અજયભાઈ પાસેથી કુલ રૂ.૧,૦૧,૯૦,૦૦૦ અલગ-અલગ બેંક એકાઉન્ટમાં મેળવી લઇ અજયભાઈ સાથે છેતરપીંડી-વિશ્વાસઘાત કર્યો હતો. આ બનાવ સંદર્ભે કલા માલાભાઇ રાજપુત (રહે.સુઇગામ, દેવપુરા પાટીયા પાસે, વાડિએ, તા.સુઇગામ જી.બનાસકાંઠા) ને ભાવનગર સાયબર ક્રાઇમ પોલીસે ઝડપી લઇ બે દિવસના રિમાન્ડ બાદ જેલ હવાલે કરવામાં આવ્યો હતો.