Gujarat

ભુલાભાઇ ચાર રસ્તા પાસે ચાલતા જતા આઘેડનું એએમટીએસની ટક્કરથી મોત

By GS TEAM
15 Sep 20251 min read
ભુલાભાઇ ચાર રસ્તા પાસે ચાલતા જતા આઘેડનું એએમટીએસની ટક્કરથી મોત

અમદાવાદ, સોમવાર

જમાલપુરમાં રહેતો યુવક પગપાળા ભુલાભાઇ ચાર રસ્તાથી પસાર થતો હતો આ સમય એએમટીએ બસના ચાલકે ટક્કર મારતાં સારવાર દરમિયાન મોત થયું હતું. જો કે પોલીસ ઘરે આવી ત્યારે માતાને પુત્રના મોતની ખબર પડી હતી. આ બનાવ અંગે ટ્રાફિક પોલીસે બસ ચાલક સામે ગુનો નોધીને વધુ તપાસ શરૃ કરી છે.

પોલીસ ઘરે આવી ત્યારે માતાને પુત્રના મોતની ખબર પડી ઃ ટ્રાફિક પોલીસે બસ ચાલક સામે ગુનો નોધીને વધુ તપાસ શરૃ કરી

જમાલપુરમાં રહેતા અને છૂટક મજૂરી કામ કરતા યુવક ગત તા. ૭ સપ્ટેમ્બરે તે રાતના સમયે શાહઆલમ ભુલાભાઇ ચાર રસ્તાથી ચાલતો જતો હતો ત્યારે પૂરઝડપે આવી રહેલ એએમટીએસ બસ ચાલકે ટક્કર મારતા તે ફંગોળાઇને રોડ પર પટકાતા માથા સહિત શરીરે ગંભીર ઇજાઓ પહોચી હતી જે બાદ ડ્રાઇવર તેને સારવાર માટે સિવિલમાં  લઇ ગયો હતો. જ્યાં સારવાર દરમ્યાન મોત થયું હતુ. આ ઘટના અંગ ટ્રાફિકે કે ડિવિઝન  પોલીસે બસચાલક સામે ગુનો નોધીને વધુ તપાસ શરૃ કરી છે.