Gujarat

અમરેલી: ટ્રેન ઉથલાવવાનું ષડયંત્ર! ચિતલ-ખીજડિયા વચ્ચે ટ્રેક પર પથ્થરો અને થાંભલા ગોઠવ્યા, મોટી દુર્ઘટના ટળી

By GS TEAM
23 Jan 20261 min read
TukuTouch Logo
અમરેલી જિલ્લાના ચિતલ અને ખીજડિયા વચ્ચે રેલવે ટ્રેક પર અજાણ્યા શખ્સો દ્વારા અવરોધો ઊભા કરી ભાવનગર-પોરબંદર પેસેન્જર ટ્રેનને ઉથલાવવાનું કાવતરું રચવામાં આવ્યું હતું. જો કે, લોકો પાયલોટની સતર્કતાને કારણે સેંકડો મુસાફરોનો આબાદ બચાવ થયો છે.

Summarized by AI; it may make mistakes. Check important info

અમરેલી: ટ્રેન ઉથલાવવાનું ષડયંત્ર! ચિતલ-ખીજડિયા વચ્ચે ટ્રેક પર પથ્થરો અને થાંભલા ગોઠવ્યા, મોટી દુર્ઘટના ટળી

Amreli News: અમરેલી જિલ્લાના ચિતલ અને ખીજડિયા વચ્ચે રેલવે ટ્રેક પર અજાણ્યા શખ્સો દ્વારા અવરોધો ઊભા કરી ભાવનગર-પોરબંદર પેસેન્જર ટ્રેનને ઉથલાવવાનું કાવતરું રચવામાં આવ્યું હતું. જો કે, લોકો પાયલોટની સતર્કતાને કારણે સેંકડો મુસાફરોનો આબાદ બચાવ થયો છે.

શું હતી સમગ્ર ઘટના?

મળતી માહિતી મુજબ, ભાવનગર-પોરબંદર પેસેન્જર ટ્રેન જ્યારે ચિતલથી ખીજડિયા તરફ જઈ રહી હતી, ત્યારે ટ્રેક પર અચાનક પથ્થરો અને લોખંડના ફેન્સિંગ પોલ (થાંભલા) પડેલા જોવા મળ્યા હતા.  ટ્રેક પર આ વસ્તુઓ દેખાતા લોકો પાયલોટે ત્વરિત ઈમરજન્સી બ્રેક મારી ટ્રેનને થંભાવી દીધી હતી.



આ ઘટનાની જાણ થતા જ અમરેલી પોલીસ, રેલવે પ્રોટેક્શન ફોર્સ (RPF) અને રેલવેના ઉચ્ચ અધિકારીઓનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. પોલીસે ટ્રેક પરથી પથ્થરો અને પોલ કબજે કરી ફોરેન્સિક તપાસની તજવીજ હાથ ધરી છે. આ હીચકારું કૃત્ય આચરનાર અજાણ્યા શખસોને પકડવા માટે આસપાસના વિસ્તારમાં સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે.