ગુજરાત વન વિભાગમાં મોટો ફેરફાર, 35 RFO અધિકારીની સામૂહિક બદલીના આદેશ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Gujarat Forest Department: રાજ્યના વન અને પર્યાવરણ વિભાગ દ્વારા વહીવટી પ્રક્રિયાના ભાગરૂપે એક મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. લાંબા સમયથી જેની રાહ જોવાઈ રહી હતી તેવા 35 પરિક્ષેત્ર વન અધિકારીઓ (RFO- રેન્જ ફોરેસ્ટ ઓફીસર), વર્ગ-2ની સામુહિક બદલીના હુકમો 18મી માર્ચ, 2026ના રોજ જાહેર કરવામાં આવ્યા છે.
વહીવટી સુધારણા હેઠળ લેવાયો નિર્ણય
વિભાગના ઉપ સચિવ હિમાંશુ ગોહિલ દ્વારા બહાર પાડવામાં આવેલી સત્તાવાર અધિસૂચના મુજબ, રાજ્યના વિવિધ વન્યજીવ વિભાગો, સામાજિક વનીકરણ અને વર્કિંગ પ્લાન સર્કલના અધિકારીઓની અરસપરસ બદલી કરવામાં આવી છે. આ ફેરફાર પાછળ મુખ્યત્વે વહીવટી સુધારણા અને કાર્યક્ષમતા વધારવાનો ઉદ્દેશ્ય હોવાનું જણાવાયું છે.
આ યાદીમાં મહત્ત્વની બદલીઓમાં જીવરાજભાઈ દેસાઈને ભુજ મોનિટરીંગ રેન્જમાંથી નળ સરોવર, નિખિલ નિમ્બાર્કને સાસણ ગીરથી ગાંધીનગર ઉર્જા રેન્જ, અને દક્ષાબેન વઘાશીયાને ખીજડિયાથી જોડિયા રેન્જમાં ખસેડાયા છે. આ ઉપરાંત, શક્તિભાઈ ભાલિયાને ધ્રોલથી સંશોધન વિભાગ, આણંદપુરા અને હીરેનકુમાર પટેલને વાંકલથી વલસાડ વર્કિંગ પ્લાન રેન્જમાં નિમણૂંક અપાઈ છે. નોંધપાત્ર રીતે, આ બદલીઓમાં પ્રતિક્ષાબેન ચૌધરી (પાલનપુર), નીધિ ચૌહાણ (માણસા) અને જ્યોતિબેન વાજા (જૂનાગઢ) જેવી મહિલા અધિકારીઓનો પણ સમાવેશ થાય છે. તમામ અધિકારીઓને તેમની હાલની જગ્યાએથી તાત્કાલિક ફરજમુક્ત થઈ નવી જગ્યાનો હવાલો સંભાળવા આદેશ આપવામાં આવ્યો છે.




આ પણ વાંચો: અમદાવાદ: મેમનગરમાં રહેણાંક મકાનની ગેલેરીનો સ્લેબ ધરાશાયી, એક વ્યક્તિનું મોત
તાત્કાલિક અસરથી અમલ
સરકારી આદેશ મુજબ, આ તમામ 35 અધિકારીઓને તેમની હાલની જગ્યાએથી તાત્કાલિક ફરજમુક્ત થઈને નવી નિમણૂંકના સ્થળે હાજર થવા સૂચના આપવામાં આવી છે. સૂત્રોના જણાવ્યાનુસાર, આ બદલીઓ હાલ ખાસ કિસ્સામાં કરવામાં આવી છે, જ્યારે આગામી સમયમાં અન્ય RFO અધિકારીઓની બદલીના રાઉન્ડ પણ ગમે ત્યારે આવી શકે છે.









