મોટી જાનહાની થતી ટાળી શકાઈ, સાયન્સસીટી રોડ ઉપર પરિશ્રમ એલિગન્સમાં આગ,૨૦ લોકોને બચાવાયા

અમદાવાદ, શુક્રવાર,12 ડિસેમ્બર,2025
અમદાવાદના સાયન્સસીટી રોડ ઉપર આવેલા ત્રણ માળના પરિશ્રમ
એલિગન્સના બીજા માળ ઉપર આવેલી હોટલની પેન્ટ્રીમા શુક્રવારે બપોરે ત્રણના સુમારે આગ લાગતા જોતજોતામા વિકરાળ સ્વરુપ ધારણ
કર્યુ હતુ.આગ અંગે ફાયર વિભાગને જાણ કરાતા આઠથી વધુ વાહન સાથે ફાયરના અધિકારીઓ અને
જવાનોએ સ્થળ ઉપર પહોંચી આગ હોલવી હતી. ધુમાડો બહાર જઈ શકે એવી સ્થિતિ નહી હોવાથી
ફસાયેલા ૨૦થી વધુ લોકોને ફાયર વિભાગ દ્વારા સલામત રીતે બહાર કઢાયા હતા. આગ લાગવા
અંગે ચોકકસ કારણ જાણવા મળ્યુ નથી.જોકે ફાયર વિભાગની સમયસર કામગીરીના કારણે મોટી
જાનહાની થતી ટાળી શકાઈ હતી.
ફાયર કંટ્રોલ સૂત્રોમાંથી મળતી માહીતી મુજબ, શુક્રવારે બપોરે
ત્રણ કલાકની આસપાસ ફાયર કંટ્રોલને પરિશ્રમ એલિગન્સની લિફટમા આગ લાગી હોવાનો તથા
તેમાં આઠથી નવ લોકો ફસાયા હોવાનો કોલ મળતા જ ચીફ ફાયર ઓફિસર,ડેપ્યુટી ચીફ
ફાયર ઓફિસર ઉપરાંત ડિવીઝનલ ફાયર ઓફિસર સહિત ફાયરના જવાનો ઘટના સ્થળે દોડી ગયા હતા.
દરમિયાન બિલ્ડિંગના બીજા માળ ઉપર આવેલી સીટીઝન હોટલની પેન્ટ્રીમા આગ લાગી હોવાનુ
ધ્યાનમા આવ્યુ હતુ. ત્રણ માળના આ કોમર્શિયલ બિલ્ડિંગમા આગનો ધુમાડો ફેલાઈ જતા
વીસથી વધુ ફસાયેલા લોકોને ફાયરના જવાનોએ બિલ્ડિંગની સીડીની મદદથી નીચે ઉતારી લીધા
હતા.








