Get The App

સુરતના માંગરોળમાં ગુનાઈત પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા આરોપીઓની મિલકતો તોડી પડાઈ

Updated: Oct 5th, 2025

GS TEAM

Google News
Google News
સુરતના માંગરોળમાં ગુનાઈત પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા આરોપીઓની મિલકતો તોડી પડાઈ 1 - image

Surat News: સુરતના માંગરોળ વિસ્તારમાં ગુનાઈત પ્રવૃત્તિઓ પર લગામ કસવા માટે પોલીસે આજે મોટું પગલું ભર્યું છે. વિવિધ ગંભીર ગુનાઓમાં સંડોવાયેલા આરોપીઓની 15 જેટલી ગેરકાયદે મિલકતો પર રવિવારે (પાંચમી ઓક્ટોબર) પોલીસે જેસીબી ફેરવી દીધુ હતું.

પોલીસના ઉચ્ચ અધિકારીઓની હાજરીમાં ડિમોલિશન

આ ડિમોલિશનની કાર્યવાહી દરમિયાન કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે પોલીસનો મોટો કાફલો ખડકી દેવાયો હતો. ઘટનાસ્થળે જિલ્લા પોલીસ વડા પોતે હાજર રહ્યા હતા. આ ઉપરાંત, માંગરોળ અને માંડવીના મામલતદાર અને પ્રાંત અધિકારીઓ પણ હાજર રહ્યા હતા.

આ પણ વાંચો: દુબઈથી રૂ.59 લાખના સોનાની દાણચોરી કરવા બદલ અમદાવાદ એરપોર્ટ પર મુસાફરની ધરપકડ

5 જેસીબી મશીન અને એક હિટાચી મશીનની મદદથી આ મિલકતોને તોડી પાડવામાં આવી હતી અને જમીન ખુલ્લી કરવામાં આવી હતી.

ગુનાહિત પ્રવૃત્તિઓ સામે કડક કાર્યવાહી

પોલીસના જણાવ્યા અનુસાર, આ મિલકતોના માલિકો કોઈને કોઈ અલગ અલગ ગુનાઓમાં સંડોવાયેલા હતા. આ કાર્યવાહીથી અન્ય આરોપીઓમાં પણ ફફડાટ જોવા મળ્યો છે. પોલીસે સ્પષ્ટતા કરી છે કે ગુનામાં સંડોવાયેલા લોકોની મિલકતો તોડવામાં આવી છે. આ કાર્યવાહી કરતા પહેલા આરોપીઓના પરિવારજનોને જાણ કરવામાં આવી હતી અને અગાઉ પણ આ લોકોને નોટિસ આપવામાં આવી હતી. આ કાર્યવાહીનો ઉદ્દેશ્ય ગુનાહિત તત્વોને કાયદાનું પાલન કરાવવા અને સુરતમાં શાંતિ જાળવવાનો છે.