Gujarat

અમદાવાદ: રબારી કોલોની ચાર રસ્તા નજીક પૂરપાટ ઝડપે જતી કાર BRTSની રેલિંગ તોડી ટ્રેકમાં ઘૂસી, કારનો કચ્ચરઘાણ

By GS TEAM
16 Jun 20262 mins read
TukuTouch Logo
અમદાવાદ શહેરમાં ગત મોડી રાત્રે રબારી કોલોની ચાર રસ્તા નજીક પૂરપાટ ઝડપે આવી રહેલા કારચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવ્યો હતો. કાર કાબુમાં ના આવતા તે સીધી જ રોડની વચ્ચે આવેલા BRTS રૂટની લોખંડની રેલિંગ સાથે ધડાકાભેર અથડાઈ હતી. સ્પીડ એટલી વધારે હતી કે કાર રેલિંગ તોડીને ટ્રેકની અંદર ઘૂસી ગઈ હતી, જેના પરિણામે વાહનનો આગળનો ભાગ કચ્ચરઘાણ થઈ ગયો હતો.

Summarized by AI; it may make mistakes. Check important info

અમદાવાદ: રબારી કોલોની ચાર રસ્તા નજીક પૂરપાટ ઝડપે જતી કાર BRTSની રેલિંગ તોડી ટ્રેકમાં ઘૂસી, કારનો કચ્ચરઘાણ

Accident News: અમદાવાદ શહેરમાં ગત મોડી રાત્રે રબારી કોલોની ચાર રસ્તા નજીક પૂરપાટ ઝડપે આવી રહેલા કારચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવ્યો હતો. કાર કાબુમાં ના આવતા તે સીધી જ રોડની વચ્ચે આવેલા BRTS રૂટની લોખંડની રેલિંગ સાથે ધડાકાભેર અથડાઈ હતી. સ્પીડ એટલી વધારે હતી કે કાર રેલિંગ તોડીને ટ્રેકની અંદર ઘૂસી ગઈ હતી, જેના પરિણામે વાહનનો આગળનો ભાગ કચ્ચરઘાણ થઈ ગયો હતો.

રાતનો સમય હોવાથી મોટી જાનહાનિ ટળી

આ અકસ્માત રાતના સમયે સર્જાયો હતો. સદનસીબે તે સમયે BRTS બસો બંધ હોવાથી ટ્રેકમાં અન્ય કોઈ વાહન પસાર થઈ રહ્યું ન હતું, જેથી એક મોટી દુર્ઘટના થતાં અટકી હતી. અકસ્માત વખતે થયેલા ધડાકાનો અવાજ સાંભળીને આજુબાજુના સ્થાનિકો અને રસ્તે જતા અન્ય વાહનચાલકો મદદ માટે દોડી આવ્યા હતા. કારના આગળના ભાગના ભુક્કા થયા છતાં પણ ચાલક સુરક્ષિત રીતે બહાર આવી જતાં લોકોએ હાશકારો અનુભવ્યો હતો.

આ પણ વાંચો: ગુજરાત પોલીસનું 'ઓપરેશન ચાઇલ્ડહુડ ફ્રીડમ': 14 દિવસમાં 84 બાળમજૂરોને મુક્ત કરાવ્યાં, 26 લોકો સામે કેસો નોંધ્યાં

આ બનાવની જાણ થતાની સાથે જ ટ્રાફિક પોલીસની ટીમ ઘટનાસ્થળે દોડી ગઈ હતી. ટ્રાફિક જામ ના થાય તે માટે પોલીસે સૌપ્રથમ ક્રેન બોલાવીને ક્ષતિગ્રસ્ત કારને ટ્રેકમાંથી બહાર કાઢી પોલીસ સ્ટેશને મોકલી આપી હતી અને વાહનવ્યવહાર રાબેતા મુજબ કરાવ્યો હતો. હાલમાં પોલીસે સરકારી સંપત્તિને નુકસાન પહોંચાડવા તેમજ ગફલતભરી રીતે વાહન ચલાવવાના મામલે ગુનો દાખલ કર્યો છે. વધુમાં, અકસ્માત કેવી રીતે સર્જાયો તે જાણવા માટે પોલીસે આસપાસના CCTV ફૂટેજ મેળવીને ચાલકની પૂછપરછ હાથ ધરી છે.

ઉલ્લેખનીય છે કે, આ અંગે હજુ સુધી પોલીસે ફરિયાદ નોંધી નથી. પોલીસે જણાવ્યા મુજબ, BRTS દ્વારા ચર્ચા કરીને આ અંગે ફરિયાદ નોંધવામાં આવશે અને આ ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી કારચાલકને સામાન્ય ઈજા થઈ છે.