સાણંદ બાયપાસ હાઈવે પર સ્કૂલવાન પલટી, 10થી વધુ બાળકો ઈજાગ્રસ્ત, હોસ્પિટલ ખસેડાયા
Sanand Accident: સાણંદમાં વહેલી સવારે એક બેકાબૂ સ્કૂલવાન પલટી જતાં અકસ્માત સર્જાયો હતો. વાનની તસવીરો જોતા જ સમજાય છે કે આ અકસ્માત કેટલો ગંભીર હતો. વાનનો તો કચ્ચરઘાણ વળી ગયો હતો. અકસ્માતમાં 10 વર્ષની આજુબાજુની વયના લગભગ 10 જેટલા બાળકો જે વાનમાં સવાર હતા તેઓ ઈજાગ્રસ્ત થયા હતા. જેમને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.