VIDEO: મહીસાગરના સંતરામપુરમાં રસ્તો ધોવાયો, કાટમાળ સાથે કાર પણ ખીણમાં ગરકાવ
Mahisagar: ગુજરાતમાં મોડી શનિવાર (6 સપ્ટેમ્બર) સાંજથી ભારે વરસાદ જોવા મળી રહ્યો છે. સતત એકધારા વરસાદના કારણે ખેડૂતોને હાલાકી પડી રહી છે, આ સિવાય અનેક જગ્યાએ રસ્તા પર પાણી ફરી વળતા લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. એવામાં મહીસાગરથી મોટા સમાચાર સામે આવ્યા છે. જ્યાં આખેઆખો રસ્તો ધોવાઇને જમીનદોસ્ત થઈ ગયો છે.
શું હતી ઘટના?
મળતી માહિતી મુજબ, મહીસાગરના ભમરીથી માનગઢ જવાનો રસ્તો ભારે વરસાદના કારણે ધોવાઇ ગયો હતો. આ રસ્તો એટલી ખરાબ રીતે જમીનદોસ્ત થઈ ગયો છે કે, જાણે ત્યાં રસ્તો હોય જ નહીં. આ દરમિયાન એક કાર આ રસ્તેથી પસાર થતી હતી, ત્યારે અચાનક રોડ સાથે ધોવાઈ ગઈ. હાલ સંતરામપુર મામલતદારની ટીમ ઘટનાસ્થળે પહોંચી કારનું રેસ્ક્યુની કામગીરી હાથ ધરી છે. જોકે, હજુ સુધી ડ્રાઇવર સહિત કોઈની માહિતી સામે આવી નથી.
નોંધનીય છે કે, રસ્તા ઉપર ડુંગરના પથ્થર સહિત માટી ધસી આવી હતી. ડુંગર પરથી માટી અને પથ્થર ધસી આવતા ભયાનક સ્થિતિ સર્જાઇ હતી. હાલ, આ રસ્તો સ્થાનિકો માટે બંધ કરી દેવામાં આવ્યો છે.