મહીસાગરના અળદરી ધોધ ફરવા આવેલા રાજસ્થાનના બે વિદ્યાર્થીના ડૂબી જતાં મોત
Mahisagar News: મહીસાગર જિલ્લાના વાવકુવા ગામ પાસે આવેલા અળદરી ધોધ જોવા માટે આવેલા રાજસ્થાનના બે વિદ્યાર્થીઓ ડૂબી જવાથી મૃત્યુ પામ્યાના અહેવાલ સામે આવ્યા છે. મૃતકોની ઓળખ પ્રિન્સ અને નિલેશ તરીકે થઈ છે. બંને રાજસ્થાનથી ફરવા માટે આવ્યા હતા. બંને કિશોરનું બાઈક ધોધના કિનારે મળી આવ્યું હતું.
પ્રાથમિક માહિતી અનુસાર, રાજસ્થાનના સરથાણા ગામના ધોરણ 11ના બે વિદ્યાર્થીઓ અળદરી ધોધ જોવા માટે આવ્યા હતા. તે દરમિયાન બંને વિદ્યાર્થીઓ પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. જેમાં બંને વિદ્યાર્થીનું મોત નીપજ્યું છે. ઘટનાની જાણ થતાં જ બાકોર અને ડીટવાસ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને તપાસ શરૂ કરી હતી. આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં શોકનું મોજુ ફરી વળ્યું છે.