મહિસાગરમાં ગ્રામ પંચાયતની ચૂંટણી માટે મતદાન કરવા જતા લોકોને નડ્યો અકસ્માત, 2ના મોત
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

| Images Sourse: Envato |
Road Accident In Mahisagar: ગુજરાતની 8326 ગ્રામપંચાયત માટે સામાન્ય, વિભાજન, મધ્યસત્ર અને પેટા ચૂંટણીનું મતદાન થઈ રહ્યું છે. આ દરમિયાન મહીસાગર જિલ્લામાં મતદાન કરવા જઈ રહેલા લોકોને અકસ્માત નડ્યો છે. અમદાવાદથી દાહોદ મતદાન કરવા જઈ રહેલા લોકોની કાર સંતરામપુર બાયપાસ નજીક ટ્રેલર સાથે અથડાઈ હતી. જેમાં બે લોકોના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા હતા અને 13 લોકો ઇજાગ્રસ્ત થયા છે. ઘટનાની સંતરામપુર પોલીસે ઘટનાસ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે.
મળતી માહિતી અનુસાર, કારમાં સવાર તમામ લોકો દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના વજીલા અને દાદગઢ ગામના વતની હતા. તેઓ ગ્રામ પંચાયતની ચૂંટણી માટે મતદાન કરવા અમદાવાદથી દાહોદ તરફ જઈ રહ્યા હતા. તે દરમિયાન અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલા બે લોકોને દાહોદની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે, જ્યારે અન્ય ઇજાગ્રસ્તોને સંતરામપુર જનરલ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.









