કડાણા ડેમમાંથી 1.50 લાખ ક્યુસેક પાણી છોડાતા મહી નદીમાં પૂર : સિંધરોટ સહિત નીચાણવાળા ગામોમાં પાણી ફરી વળ્યા
Vadodara Flood : ઉપરવાસમાં સતત ભારે વરસાદના કારણે મહીસાગર નદીમાં પૂર આવ્યું છે. પરિણામે નદીના હાઇડ્રો પાવર પ્રોજેક્ટમાં પણ પાણી ફરી વળ્યા છે. પરિણામે વડોદરા શહેર નજીક આવેલા સિંધરોટના આજુબાજુના નીચાણવાળા વિસ્તારના ગામોમાં પાણી ફરી વળ્યા છે. જોકે આ બાબતે તંત્ર દ્વારા નિશાળ વાળા ગામના રહીશોને અગાઉથી જાણ કરવામાં આવી હતી.
ઉલ્લેખનીય છે કે ઉપરવાસમાં ભારે વરસાદના કારણે કડાણા ડેમમાંથી દોઢ લાખ ક્યુસેક જેટલું પાણી છોડવામાં આવ્યું છે. પરિણામે મહીસાગર નદી સહિત સ્ત્રાવ વિસ્તારમાં સીંધરૉટ સહિત આજુબાજુના નીચાણવાળા વિસ્તારના ગામોમાં અને મહીસાગર મહીસાગર નદીમાં પૂર આવવાના કારણે નદીકાંઠાના નીચાણવાળા વિસ્તારના ગામોના રહીશોને આ અંગે આગોતરા જાણ કરવામાં આવી હતી.
જ્યારે બીજી બાજુ મહીસાગર નદીમાં આવેલા હાઇડ્રો પાવર પ્રોજેક્ટમાં પણ વરસાદી પાણી ફરી વળ્યા છે. ઉલ્લેખનીય છે કે ઉપરવાસમાં ભારે વરસાદના કારણે કડાણા ડેમમાં પાણીની આવકમાં વધારો થતા અંદાજિત દોઢ લાખ જેટલું પાણી મહીસાગર નદીમાં છોડવામાં આવતા નદી બે કાંઠે થઈ છે.