Get The App

મહાત્મા મંદિર 'ધોળા હાથી' સમાન, 2.32 કરોડની ભાડા વસૂલી બાકી, ગમે ત્યારે તાળાં વાગી શકે!

Updated: Mar 19th, 2025

GS TEAM


Google News
Google News
મહાત્મા મંદિર 'ધોળા હાથી' સમાન, 2.32 કરોડની ભાડા વસૂલી બાકી, ગમે ત્યારે તાળાં વાગી શકે! 1 - image


Gujarat News: ગુજરાતના પાટનગર ગાંધીનગરમાં મહાત્મા મંદિર ધોળો હાથી બની રહ્યો છે. ખુદ સરકારે સ્વીકાર્યું છે કે, 2.32 કરોડ રૂપિયા જેટલી માતબર રકમ ભાડા પેટે બાકી છે. લાખો રૂપિયા ભાડું બાકી હોવા છતાંય સરકાર ગુલ્લાં તલ્લાં કરી સમય વ્યતિત કરી રહી છે. 

આ પણ વાંચોઃ મકતમપુરા વોર્ડના AIMIMનાં કોર્પોરેટરને ત્રીજુ સંતાન થતાં ગેરલાયક ઠેરવવા રજૂઆત કરાઈ

વિધાનસભામાં ગાજ્યો મુદ્દો

વિધાનસભા ગૃહમાં મહાત્મા મંદિરનો મુદ્દો ગાજ્યો હતો. વિપક્ષે એવો આક્ષેપ કર્યો કે, સામાન્ય રીતે પાર્ટી પ્લોટ ભાડે લેવો હોય તો ઍડ્વાન્સ આપવું પડે છે. જ્યારે મહાત્મા મંદિરમાં લાખો રૂપિયા ભાડું બાકી છે ત્યારે વસૂલાત માટે સરકાર જાણી જોઈને ઢીલાશ દાખવી રહી છે. એવો ભય વ્યક્ત કરવામાં આવી રહ્યો છે કે, મહાત્મા મંદિરનું મેઇન્ટેનન્સ એટલું વધુ છે કે ગમે તે ઘડીએ તાળાં વાગી જશે. 

આ પણ વાંચોઃ વિવિધ ચીજોમાં ભેળસેળ નકલીના કારોબાર છતાં માત્ર 39 ફુડ સેમ્પલ જ અનસેફ થયાં

1 કરોડથી વધુ ભાડું વસૂલાયું

વિપક્ષના મતે, મહાત્મા મંદિરનો ઉપયોગ સરકારની વાહવાહી માટે જ કરવામાં આવી રહ્યો છે. કોંગ્રેસના રાષ્ટ્રીય અધિવેશન માટે એડવાન્સ ચૂકવવા તૈયારી દર્શાવી તેમ છતાં મહાત્મા મંદિર ભાડે અપાયું નહીં. બીજી બાજુ, છેલ્લાં ત્રણ વર્ષમાં મહાત્મા મંદિરના બાકી ભાડાની રકમ 3,33,72,076 રૂપિયા હતી. સરકારે એવો દાવો કર્યો કે, એક વર્ષમાં 1.01 કરોડ ભાડું વસૂલાયું છે. તેમ છતાંય હજુય 2,32,72,076 ભાડું વસૂલવાનું બાકી છે.

Tags :