અમદાવાદ, તા. 1 માર્ચ 2022 મંગળવાર
ભારતમાં મહાશિવરાત્રિના પર્વને ખૂબ જ ધૂમધામથી ઊજવવામાં આવે છે. ફાલ્ગુન મહિનાના કૃષ્ણ પક્ષની ચોથના દિવસે મહાશિવરાત્રીનો તહેવાર ઉજવવામાં આવે છે. આ દિવસે ભગવાન શિવ અને માતા પાર્વતીની પૂજા-અર્ચના કરવામાં કરવામાં આવે છે.
આ દિવસે ભગવાન શિવ અને માતા પાર્વતીની પૂજા કરવામાં આવે છે. આ દિવસે શિવભક્તો વ્રત રાખે છે, તેમજ જલાભિષેક અને રૂદ્રાભિષેક કરવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે આ દિવસે ભગવાન શિવ અને માતા પાર્વતીના લગ્ન થયા હતા.
શિવરાત્રી ભલે દર મહિને ઉજવવામાં આવે છે, પરંતુ ફાલ્ગુન મહિનાની ચતુર્થી તિથિએ આવતી મહાશિવરાત્રીનું વિશેષ મહત્વ છે. આવી સ્થિતિમાં મહાશિવરાત્રિના દિવસે કેટલાક ઉપાય કરવાથી ધન, પરિવાર સહિત અનેક સમસ્યાઓમાંથી મુક્તિ મળી શકે છે. આવો જાણીએ મહાશિવરાત્રિના આ ઉપાયો વિશે-
મહાશિવરાત્રી પૂજા મુહૂર્ત
મહાશિવરાત્રી- મંગળવાર, 01 માર્ચ, 2022
નિશિતા કાલ પૂજાનો સમય- 12:08 Am થી 12:58 Am, 02 માર્ચ
શિવરાત્રી પારણા સમય- 06:45 Am, 02 માર્ચ
મહાશિવરાત્રિ પૂજન વિધિ
મહાશિવરાત્રિની વિધિ-વિધાનથી વિશેષ પૂજા રાત્રિના સમયે કરવામાં આવે છે. જો કે, ભક્તો તેમની અનુકૂળતા મુજબ ચાર પ્રહરમાંથી કોઈપણ પ્રહરમાં આ પૂજા કરી શકે છે. આ સાથે મહાશિવરાત્રીના દિવસે રાત્રી જાગરણનો પણ નિયમ છે. આ દિવસે માટીના વાસણ અથવા તાંબાના વાસણમાં પાણી, ખાંડ, કાચું દૂધ નાખીને શિવલિંગને અર્પણ કરવું જોઈએ. આ સાથે જ શિવલિંગ પર બિલીપત્રના પાન, આકંડાના ફૂલ, ચોખા વગેરે ચઢાવવા જોઈએ.
ચારેય પ્રહરની પૂજાનું મુહૂર્ત
મહાશિવરાત્રિ પર ભગવાન શિવની ચારેય પ્રહરની પૂજા કરવાનું વિધાન છે. એવું કહેવામાં આવે છે કે, આ દિવસે શિવજીની ચારેય પ્રહર પૂજા કરવાથી બધી મનોકામના પૂરી થઈ જાય છે. મહાશિવરાત્રિ પર પ્રથમ પ્રહર પૂજા મંગળવારે સાંજે 6.21 થી 9.27 દરમિયાન થશે. ત્યારબાદ રાત્રે 9.27 થી 12.33 સુધી બીજા પ્રહરની પૂજા થશે. અંતે બપોરે 3.39 થી 6.45 સુધી ચોથા પ્રહરની પૂજા થશે.
શિવરાત્રિના ઉપાય
વહેલા લગ્ન માટેનો ઉપાયઃ- જો તમે લાંબા સમયથી લગ્ન નથી કરી શકતા અથવા લગ્નમાં કેટલીક અડચણો આવી રહી છે તો મહાશિવરાત્રીના દિવસે શિવલિંગ પર કેસર મિશ્રિત દૂધ ચઢાવો.
માનસિક શાંતિ માટે- પાણીમાં કાળા તલ ભેળવીને શિવલિંગનો અભિષેક કરો અને "ઓમ નમઃ શિવાય" મંત્રનો જાપ કરો. તેનાથી મનને શાંતિ મળશે.
પિતૃઓને પ્રસન્ન કરવા - શિવરાત્રિ પર ગરીબોને ભોજન કરાવો જેથી તમારા ઘરમાં ક્યારેય અન્નની કમી નહીં આવે અને પૂર્વજોની આત્માને શાંતિ મળે છે.
સુખ-સમૃદ્ધિ માટે- જો તમે જીવનમાં સુખ-સમૃદ્ધિ ઈચ્છો છો તો મહાશિવરાત્રીના દિવસે નંદી ગાયને લીલું ઘાસ ખવડાવવું આનાથી તમને ઘણો ફાયદો થશે.
સંતાન પ્રાપ્તિ માટે- મહાશિવરાત્રિના દિવસે લોટમાંથી 11 શિવલિંગ બનાવો અને 11 વાર તેમનો જલાભિષેક કરવો. આમ કરવાથી સંતાન પ્રાપ્તિના યોગ બને છે.
સારી આવક માટે- મહાશિવરાત્રિના દિવસે બ્રાહ્મણની સલાહ પર પારસના શિવલિંગની સ્થાપના કરો અને દરરોજ તેની પૂજા કરવાથી ઘરમાં આવકના યોગ બને છે.
મનોકામના પૂર્ણ કરવા માટે - મહાશિવરાત્રિના દિવસે 21 બિલીપત્ર પર ચંદનથી ઓમ નમઃ શિવાય લખવાથી બધી મનોકામના જલ્દી પૂર્ણ થાય છે.


