Gujarat
બહુચરાજી સ્મશાનમાં દસપિંડ વિધિની જગ્યાનું કામ અટકતા મહારાષ્ટ્રીયન સમાજની આંદોલનની ચીમકી
By GS TEAM
18 Mar 20261 min read
વડોદરાના બહુચરાજી સ્મશાનમાં મહારાષ્ટ્રીયન સમાજ માટે ફાળવેલી 'દસપિંડ' વિધિની જગ્યાનું કામ છેલ્લા ત્રણ વર્ષથી અટકેલું હોવાથી સામાજિક કાર્યકર કિશોરભાઈ કેશારકરે રોષ વ્યક્ત કર્યો છે.
Summarized by AI; it may make mistakes. Check important info

Vadodara : વડોદરાના બહુચરાજી સ્મશાનમાં મહારાષ્ટ્રીયન સમાજ માટે ફાળવેલી 'દસપિંડ' વિધિની જગ્યાનું કામ છેલ્લા ત્રણ વર્ષથી અટકેલું હોવાથી સામાજિક કાર્યકર કિશોરભાઈ કેશારકરે રોષ વ્યક્ત કર્યો છે. વર્ષ 2023માં કોર્પોરેશન અને પૂર્વ સાંસદ રંજનબેન ભટ્ટે આ કામ પૂર્ણ કરવાની ખાતરી આપી હતી, જે હજુ સુધી અધૂરી છે.
વર્તમાન સાંસદ હેમાંગ જોશી અને વિવિધ કોર્પોરેટરોને રજૂઆત કરવા છતાં હજી સુધી કોઈ ઉકેલ આવ્યો નથી. તેમણે આક્ષેપ કર્યો છે કે વડોદરામાં મહારાષ્ટ્રીયન સમાજ બીજા ક્રમે હોવા છતા તંત્ર દ્વારા સતત અવગણના કરવામાં આવે છે. જો આગામી બે દિવસ સુધીમાં કામ શરૂ નહીં થાય, તો સમગ્ર સમાજ ગાંધી ચીંધ્યા માર્ગે ઉગ્ર આંદોલન કરશે.