સનાથલ નજીક ૫ કિલો ગાંજા સાથે મહારાષ્ટ્રનો શખ્સ ઝડપાયો
પોલીસે
૫૨ હજારથી વધુનો મુદ્દામાલ જપ્ત કરી બે સામે ગુનો નોંધ્યો, એક શખ્સ ફરાર
સાણંદ -
સાણંદ તાલુકાના સરી ગામની સીમમાંથી ગાંજાના જથ્થા સાથે ચાંગોદર
પોલીસે એક શખ્સને ઝડપી પાડયો છે. પોલીસે આરોપી પાસેથી રૃ.૫૨ હજારથી વધુનો મુદ્દામાલ
જપ્ત કરી બે શખ્સ સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
સનાથલ
નજીક સાણંદ તાલુકાના સરી ગામની સીમમાંથી રેલવે ગરનાળા પાસેથી પસાર થતો એક શખ્સ ગાંજાનું
વેચાણ તથા હેરાફેરી કરી છે. તેવી બાતમીના આધારે ચાંગોદર પોલીસે અનુપભાઇ શરદભાઇ પાટીલ
(હાલ રહે.ખાવડા રોડ,ભુજ, જિ.કચ્છ-ભૂજ, મુળ રહે.કોલ્હાર
ગામ, તા.વર્ધા જી.નાગપુર મહારાષ્ટ્ર)ને ઝડપી પાડયો હતો. પોલીસે
આરોપી પાસે રહેલા કાળા થેલાની તપાસ કરતા અંદરથી પાસપરમીટ વગરનો રૃ.૫૨,૧૫૦ ગાંજો (૫ કિલો ૨૧૫ વજન) મળી આવ્યો હતો. પોલીસે ગાંજો સહિતનો મુદ્દામાલ
કબજે લઇ ઝડપાયેલા આરોપી અને ભરત નામના શખ્સને વોન્ટેડ જાહેર કરી બંને સામે ગુનો નોંધી
કાર્યવાહી હાથ ધરી છે. હાલ ચાંગોદર પોલીસ આરોપી અનુપ પાટીલની પૂછપરછ કરી ગાંજાનો સ્ત્રોત,
સપ્લાય ચેઇન અને વિતરણ નેટવર્કની માહિતી મેળવવાનો પ્રયાસ કરી રહી છે.
આરોપી કેટલા સમયથી આ ગેરકાયદે પ્રવૃત્તિમાં સંકળાયેલો છે તે અંગે પણ તપાસ ચાલી રહી
છે.