ટ્રેન નીચે માથું મૂકી આપઘાત કરી લેનાર મધ્યપ્રદેશના દિયર-ભાભી હોવાનું ખૂલ્યું

- અડાસ-વાસદ રેલવે ટ્રેક ઉપર શનિવારના રોજ
- દિયર-ભાભીએ કયા કારણોસર આપઘાત કર્યો તે દિશામાં પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી
આણંદ : આણંદ જિલ્લાના અડાસ-વાસદ રેલવે ટ્રેક ઉપર શનિવાર રાત્રિના સુમારે પસાર થઈ રહેલી નવજીવન એક્સપ્રેસ ટ્રેન નીચે માથું મૂકી આપઘાત કરી લેનાર યુવક-યુવતી મધ્યપ્રદેશના ગ્વાલિયરના હોવાનું અને બંને દિયર-ભાભી હોવાનું પોલીસ તપાસમાં ખુલવા પામ્યું છે.
ગત તારીખ ૨૧મી ફેબુ્રઆરીની રાત્રિના સુમારે આણંદથી વડોદરા તરફના રેલવે ટ્રેક ઉપરથી નવજીવન એક્સપ્રેસ ટ્રેન પસાર થઈ રહી હતી. દરમિયાન એક ૩૫ વર્ષના યુવક અને ૩૦ વર્ષની યુવતીએ રેલવે ટ્રેક ઉપર માથું મૂકી દીધું હતું અને પુરપાટ ઝડપે ટ્રેન પસાર થઈ જતા બંનેની ખોપડીના ફૂરચે ફુરચા ઉડી ગયા હતા અને બંનેનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. આણંદ રેલવે પોલીસની ટીમ તુરંત જ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને યુવક-યુવતીની લાશનો કબજો લઈ પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલમાં મોકલી આપી હતી પીએમ બાદ બંનેની લાશને વડોદરાની હોસ્પિટલમાં રાખવામાં આવી હતી. યુવક-યુવતી બંનેની ખોપડી ફાટી જવાના કારણે ઓળખ કરવી મુશ્કેલ બન્યું હતું.
પોલીસને ઘટનાસ્થળેથી એક મોબાઈલ ફોન મળી આવ્યો હતો. જોકે મોબાઈલ લોક કરેલી હાલતમાં હોવાથી પોલીસ માટે ઓળખ વિધિ કઠિન બની હતી. દરમિયાન ગતરોજ તે મોબાઇલ ઉપર ફોન આવતા પોલીસે વાત કરતા સામેથી બોલી રહેલ શખ્સે આ મોબાઈલ ધારક તેનો ભાઈ હોવાનું જણાવ્યું હતું. પોલીસે આ ઘટનાની જાણ કરતા મૃતકના પરિવારજનો આજે વડોદરા ખાતે આવી પહોંચ્યા હતા. પોલીસે પ્રાથમિક પૂછપરછ કરતા મરણ જનાર બંને દિયર-ભાભી હોવાનું જાણવા મળ્યું છે. ત્રણેક દિવસ પૂર્વે મોટાભાઈની પત્ની ક્યાંક ચાલી નીકળી હતી. જે અંગે ગ્વાલિયર પોલીસમાં તેઓએ મિસિંગની કમ્પ્લેન પણ કરી હતી. બાદમાં ભાભી અને દિયર દ્વારા અડાસ-વાસદ રેલવે ટ્રેક વચ્ચે ટ્રેન નીચે માથું મૂકી આપઘાત કર્યો હોવાનું જાણવા મળ્યું હતું. સમગ્ર ઘટના અંગે પરિવારજનોની ઘનિƒ પૂછપરછ હાથ ધરવામાં આવી છે, જોકે દિયર-ભાભી વચ્ચે પ્રેમ સંબંધ હતો કે કેમ? કયા કારણોસર બંને આપઘાત કર્યો તે અંગે નું સચોટ કારણ હજી સુધી જાણી શકાયું નથી








