Gujarat

ઔડા દ્વારા બનાવાયેલા કોટેશ્વર આવાસ યોજનાના ૩૩ આવાસ ખાલી કરવા નોટિસ

By GS TEAM
18 Mar 20261 min read
ઔડા દ્વારા બનાવાયેલા કોટેશ્વર આવાસ યોજનાના ૩૩ આવાસ ખાલી કરવા નોટિસ

  અમદાવાદ,મંગળવાર,17 માર્ચ,2026

ઓડા દ્વારા ગાંધીનગર જીલ્લાના કોટેશ્વર ખાતે ઈ.ડબ્લ્યુ.એસ.યોજના હેઠળ મધુરમિલન આવાસ યોજના બનાવાઈ હતી. આ આવાસ યોજનાના આવાસમાં મુળ લાભાર્થીના બદલે ભાડુઆત રહેતા હોવાનુ ધ્યાન ઉપર આવતા મંગળવારે ૩૩ આવાસ ખાલી કરવા નોટિસ અપાઈ છે. આવાસ ખાલી થયા પછી સીલ કરાશે.

ઔડા દ્વારાવર્ષ-૨૦૨૧-૨૨માં કોટેશ્વરમાં આવાસ યોજના બનાવાયા પછી ડ્રો કરી લાભાર્થીઓને આવાસોની ફાળવણી કરવામા આવી હતી.ગાંધીનગરના વિકસિત એવા વિસ્તારમાં તથા મોટેરાથી નજીક સોલાર સિસ્ટમ,ગાર્ડન સહિતની આધુનિક વ્યવસ્થા ધરાવતી આવાસ યોજનામા પણ કેટલાક લાભાર્થીઓએ શરતભંગ કરી આવાસ અન્યોને આપી દીધા હોવાનુ તંત્રના ધ્યાન ઉપર આવ્યુ હતુ.જે પછી વિવિધ ટીમ બનાવી સ્થળ તપાસ કરાઈ હતી.