Get The App

વડોદરામાં હલકી કક્ષાના સિમેન્ટના ગટરના ઢાંકણ અવાર નવાર તૂટી ગયાની અસંખ્ય ફરિયાદો : તંત્રની નિષ્કાળજીને કારણે અકસ્માતની શક્યતા

Updated: Nov 25th, 2025

GS TEAM

Google News
Google News
વડોદરામાં હલકી કક્ષાના સિમેન્ટના ગટરના ઢાંકણ અવાર નવાર તૂટી ગયાની અસંખ્ય ફરિયાદો : તંત્રની નિષ્કાળજીને કારણે અકસ્માતની શક્યતા 1 - image

Vadodara : વડોદરા શહેરમાં ગટરના ઢાંકણા અગાઉના વર્ષોમાં લોખંડમાંથી બનાવેલા હોય તેવા લગાડવામાં આવતા હતા પરંતુ તેની અવારનવાર ચોરી થવાને કારણે હવે સિમેન્ટના ઢાંકણા લગાડવામાં આવી રહ્યા છે તે હલકી કક્ષાના હોવાથી તૂટી જતા હોય છે જેને કારણે અકસ્માતનો ભય રહે છે.

વડોદરા શહેરમાંથી ગટરના ઢાંકણની ચોરીનું વ્યવસ્થિત કૌભાંડ ચાલી રહ્યું હતું. પરિણામે અકસ્માત નિવારવાના ભાગરૂપે પાલિકા તંત્ર દ્વારા ગટર પર સિમેન્ટના ઢાંકણ નાખવા કાર્યવાહી થઈ હતી. મોટાભાગના તમામ વિસ્તારોમાંથી લોખંડના ઢાંકણ ગટર પરથી કાઢીને સિમેન્ટના ઢાંકણ લગાવાયા હતા. પરંતુ કોન્ટ્રાક્ટરો દ્વારા ગટરના આવા ઢાંકણ હલકી કક્ષાના બનાવાયા હોવાની શક્યતા નકારી શકાતી નથી. પ્રસંગ લેનારા લોકો રોડ રસ્તા વચ્ચેની ગટર પર આવા હલકી કક્ષાના નંખાયેલા ઢાંકણને કારણે ભારદારી વાહનોથી ઢાંકણો અવારનવાર તૂટી જતા તંત્રને બદલવાની ફરજ પડે છે. આવું જ એક ઢાંકણ કારેલીબાગ ભૂતડી ઝાપા ત્રણ રસ્તા નજીક પેટ્રોલ પંપ પાસે જાહેર રોડ પર રસ્તાની વચ્ચોવચથી પસાર થતી ગટર લાઇન પર નંખાયું હતું. પરંતુ ભારદારી વાહનો પસાર થતા આ ગટરનું સિમેન્ટનું ઢાંકણ તૂટી જવાથી ગમે ત્યારે મોટો અકસ્માત સર્જાઈ શકે છે. આ અંગે તંત્ર દ્વારા તાત્કાલિક કાર્યવાહી થાય તેવી લોકોની માગ છે.