Get The App

યુવતીને લગ્નની લાલચ આપી પ્રેમીએ અવારનવાર શરીર સંબંધ બાંધી તરછોડી

ઉત્તર ગુજરાતની 25 વર્ષની યુવતીને કતારગામની કપડાંની શોપમાં સાથે કામ કરતા રાજસ્થાનના પ્રકાશ ચૌધરી સાથે પ્રેમ થયો હતો

એક વર્ષ સુધી યુવતીને ભોગવ્યા બાદ પ્રકાશ ચૌધરી મારે દેવું થઈ ગયું છે હું સુરત છોડીને ચાલ્યો ગયો છું તેમ કહી ચાલ્યો ગયો હતો

Updated: Jun 17th, 2025

GS TEAM


Google News
Google News
યુવતીને લગ્નની લાલચ આપી પ્રેમીએ અવારનવાર શરીર સંબંધ બાંધી તરછોડી 1 - image



- ઉત્તર ગુજરાતની 25 વર્ષની યુવતીને કતારગામની કપડાંની શોપમાં સાથે કામ કરતા રાજસ્થાનના પ્રકાશ ચૌધરી સાથે પ્રેમ થયો હતો 


- એક વર્ષ સુધી યુવતીને ભોગવ્યા બાદ પ્રકાશ ચૌધરી મારે દેવું થઈ ગયું છે હું સુરત છોડીને ચાલ્યો ગયો છું તેમ કહી ચાલ્યો ગયો હતો 


સુરત, : સુરતના કતારગામ વિસ્તારમાં રહેતી મૂળ ઉત્તર ગુજરાતની 25 વર્ષીય યુવતી કતારગામ વિસ્તારમાં બાળકોના કપડાંની દુકાનમાં નોકરી કરતી હતી ત્યારે સાથે કામ કરતા મૂળ રાજસ્થાનના પ્રકાશ ચૌધરી સાથે પ્રેમ થયો હતો.બાદમાં યુવાને તેને લગ્નની લાલચ આપી અવારનવાર શરીર સંબંધ બાંધી એક વર્ષ સુધી ભોગવી હતી અને બાદમાં મારે દેવું થઈ ગયું છે હું સુરત છોડીને ચાલ્યો ગયો છું તેમ કહી તરછોડી દેતા આખરે યુવતીએ પ્રેમી યુવાન વિરુદ્ધ ગતરોજ કતારગામ પોલીસ મથકમાં દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી.


પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ મૂળ ઉત્તર ગુજરાતની વતની અને સુરતના કતારગામ વિસ્તારમાં માતાપિતા, ભાઈભાભી અને નાના ભાઈ સાથે રહેતી 25 વર્ષીય રીટા ( નામ બદલ્યું છે ) સપ્ટેમ્બર 2023 થી કતારગામ પારસ માર્કેટ વિસ્તારમાં બાળકોના કપડાંની દુકાનમાં નોકરી કરતી હતી.ત્યાં તેની સાથે નોકરી કરતા મૂળ રાજસ્થાન ઝાલોર રામપુરાના પ્રકાશ ખેમારામ ચૌધરી સાથે મિત્રતા થયા બાદ પ્રેમસંબંધ બંધાયો હતો.માર્ચ 2024 માં પ્રકાશે લગ્ન માટે પૂછતાં રીટાએ હા પાડી હતી અને ત્યાર બાદ બંને દુકાનની ઉપર રૂમમાં અને સિંગણપોરની એક હોટલમાં જઈને અવારનવાર મરજીથી શરીર સંબંધ બાંધતા હતા.રીટાએ પ્રકાશને લગ્ન કરવા કહેતા તેણે એપ્રિલ 2025 માં મોટા ભાઈના લગ્ન થાય પછી ઘરેથી ડોક્યુમેન્ટ લાવીને લવમેરેજ કરવાનું કહ્યું હતું.


યુવતીને લગ્નની લાલચ આપી પ્રેમીએ અવારનવાર શરીર સંબંધ બાંધી તરછોડી 2 - image


જોકે, ડિસેમ્બર 2024 માં રીટાએ તેને ફોન કરી ફરી લગ્ન માટે કહેતા પ્રકાશે કહ્યું હતું કે મારે દેવુ થઈ ગયુ છે અને હું સુરતથી કામ છોડીને ચાલી ગયો છું અને એક મહિના પછી હું તારી સાથે લગ્ન કરવા આવીશ.બાદમાં તેણે રીટા સાથે ફોન પર વાતચીત કરવાનું બંધ કરી દીધું હતું,ત્યાર બાદ ગત મહિને ફોન કરીને પ્રકાશે રીટાને કહ્યું હતું કે તારે જે કરવું હોય એ કરી લેજે હું લગ્ન તો નથી કરવાનો.આથી છેવટે રીટાએ ગતરોજ પરિવાર સાથે ચર્ચા કર્યા બાદ પ્રકાશ વિરુદ્ધ ચોકબજાર પોલીસ મથકમાં દુષ્કર્મની ફરિયાદ નોંધાવતા પીએસઆઈ એસ.આઇ.મકરાણીએ વધુ તપાસ હાથ ધરી છે.

Tags :