અમદાવાદમાં એકતરફી પ્રેમમાં 'પાગલ' પ્રેમીએ બાઇકની ચાવી મારી યુવકની કરી હત્યા
Ahmedabad News: નિકોલમાં રહેતો યુવક પડોશમાં રહેતી અને સગાઇ થયેલી યુવતી સાથે એક તરફી પ્રેમમાં પાગલ હતો. રવિવારે યુવતી સોસાયટીના યુવકના બાઈક ઉપર બેસીને ગામડે જતી હતી. યુવક બાઈક લઈને પાછળ ગયો હતો અને રસ્તામાં યુવતીને રોકી હતી જેથી યુવતીને લઇ જતા આરોપી અને યુવક વચ્ચે તકરરા થઇ હતી જેથી ઉશ્કેરાઇને સોસાસયટીમાં રહેતા શખ્સે પીછો કરતા યુવકને છાતીની નીચેના ભાગે બાઈક ચાવી મારી દેતા યુવકનું લોહી લુહાણ હાલતમાં મોત થયું હતું. આ બનાવ અંગે નિકોલ પોલીસે હત્યાનો ગુનો નોંધીને આરોપીની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે.
યુવતી અને આરોપી બાઈક લઈને ભાગી ગયા
નિકોલમાં પરિવાર સાથે રહેતા ભાવેશભાઇ તેમના ફ્લેટમાં રહેતી સગાઇ થઇ ચૂકેલી યુવતીના એક તરફી પ્રેમમાં પાગલ હતો. યુવતી જ્યાં પણ જાય ત્યારે તેનો પીછો કરતો હોવાની જાણ ફ્લેટમાં રહેતા હર્ષને થઇ ગઈ હતી. રવિવારે બપોરે યુવતી ફ્લેટમાં રહેતા આરોપીની બાઈક પાછળ બેસીને ગામડે જઇ રહી હતી. આ વાતની જાણ થતા યુવક તેના પિતાને કામથી બહાર જઈને આવું છું કહીને તેનું બાઈક લઈને યુવતીની પાછળ પાછળ જતા હતો. સોસાયટીથી થોડે આગળ પહોચતા યુવક અને યુવતીને લઇ જતા શખ્સ વચ્ચે તકરાર થઇ હતી.
પડોશી હર્ષે શા માટે પીછો કરે છે તેમ કહીને બન્ને વચ્ચે ઉગ્ર બોલાચાલી પણ થતા ૨આરોપીએ તેના બાઈકની ચાવી કાઢીને ભાવેશને છાતીથી નીચેના ભાગે મારી દેતા યુવક લોહી લુહાણ હાલતમાં જમીન ઉપર ફસડાઇ પડયો હતો. આસપાસના લોકોના ટોળા એકઠા થઇ જતા યુવતી અને આરોપી બાઈક લઈને ભાગી ગયા હતા.
બાદમાં યુવકના પિતાને પડોશમાં રહેતી મહિલાએ ફોન કરીને સોસાયટીથી બહાર બોલાવ્યા હતા પિતા આવ્યા ત્યારે તેમનો દીકરો જમીન પર લોહી લુહાણ હાલતમાં પડેલો હતો. ગંભીર હાલતમાં યુવકને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં લઇ જવાતા હોસ્પિટલમાં ડોક્ટરે ભાવેશને મૃત જાહેર કર્યો હતો.