- યુવક અને યુવતી વહેરાખાડી હોવાનું સામે આવ્યું
- નદી કિનારે હાજર નાવડી વાળાઓએ બંનેને બચાવીને સરવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા
આણંદ : આણંદ જિલ્લાના વાસદ નજીકથી પસાર થતી મહીસાગર નદીમાં આજે સવારના સુમારે એક પ્રેમીપંખીડાએ નદીમાં પડતું મુક્યું છે. જોકે આ ઘટના નદી કિનારે હાજર નાવડી વાળાઓ એ જોતા તુરંત જ નદીમાં પહોંચી જઈ બંને યુવક યુવતીને બચાવી સારવાર અર્થે હોસ્પિટલમાં મોકલી આપ્યા હતા.
આજે સવારના લગભગ ૧૧ કલાકની આસપાસના સુમારે વાસદ નજીકથી પસાર થતી મહીસાગર નદીના બ્રિજ ઉપર એક યુવક અને તેની સાથે યુવતી પહોંચ્યા હતા. થોડી જ ક્ષણોમાં આપઘાત કરવા ની ઈચ્છા સાથે બંનેએ બ્રિજ ઉપરથી નદીમાં ઝંપલાવ્યું હતું. જોકે સવારના સુમારે નદી કિનારે હાજર નાવડી વાળા લોકોએ આ દ્રશ્ય નિહાળતા તેઓ તુરંત જ નદીમાં પહોંચી ગયા હતા અને ડૂબી રહેલા બંને ને બચાવી નદી કિનારે લાવવામાં આવ્યા હતા બાદમાં બંનેને ૧૦૮ ઈમરજન્સી એમ્બ્યુલન્સ વાન મારફતે સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં મોકલી આપવામાં આવ્યા હતા. વાસદ પોલીસને આ ઘટનાની જાણ થતા પોલીસની ટીમ પણ ઘટના સ્થળે દોડી ગઈ હતી પોલીસની પ્રાથમિક તપાસમાં યુવક યુવતી બંને વહેરાખાડી ગામના પ્રેમી પંખીડા હોવાનું જાણવા મળ્યું હતું


