Get The App

રાજકોટની યુવતી સાથે લવ, સેક્સ અને છેલ્લે ધોખો

- ફેસબુક ઉપર પરિચય થયા બાદ પ્રેમ પાંગર્યો હતો

- મૂળ અમરેલીનાં અને હાલ સુરત રહેતા એક સંતાનના પિતા સામે મહિલા પોલીસમાં ફરિયાદ

Updated: Aug 13th, 2021

GS TEAM

Google News
Google News
રાજકોટની યુવતી સાથે લવ, સેક્સ અને છેલ્લે ધોખો 1 - image


એસટી બસ સ્ટેન્ડ પાસે બેસાડી આરોપી તેના ડોક્યુમેન્ટની બેગ લઈ હમણાં આવું છું તેમ કહી ભાગી ગયો હતો

રાજકોટ, : રાજકોટમાં રહેતી ૨૪ વર્ષની યુવતી સાથે મુળ અમરેલી પાસેનાં ખારા ગામનાં અને હાલ સુરતમાં મોટા વરાછામાં સહજાનંદ સોસાયટીમાં રહેતા અને ટેક્ષટાઈલ માર્કેટમાં સાડીનું કામ કરતા એક સંતાનના પિતા ગૌતમ મેરામ ગરાણીયાએ લગ્નની લાલચ આપી, અવારનવાર શરીર સંબંધ બાંધ્યા બાદ લગ્નનો ઈન્કાર કરી દગો કર્યાની ફરીયાદ મહિલા પોલીસમાં નોંધાઈ છે.

ભોગ બનનારે પોલીસને જણાવ્યું કે, ફેસબુક મારફત તેનો આરોપી સાથે પરીચય થયા બાદ ચેટીંગ શરૂ કર્યું હતું. ગત જુલાઈ માસમાં આરોપી તેને મળવા રાજકોટ આવ્યો હતો. તેને કોલ કરતા હોટલમાં મળવા ગઈ હતી. ત્યારબાદ એક દિવસ આરોપીએ તેને કહ્યું કે, હું તને ખુબ પ્રેમ કરૂં છું અને તારી સાથે લગ્ન કરવા માંગુ છું. હું કુવારો છું. જો તારી હા હોય તો આપણે લગ્ન કરીએ. જેથી આરોપી ઉપર વિશ્વાસ બેસી ગયો હતો. એટલું જ નહી પ્રેમ પણ થઈ ગયો હતો.  

ત્યારબાદ આરોપી ફરીથી તેને મળવા રાજકોટ આવ્યો હતો. ત્યારે જે હોટલમાં રોકાયો હતો ત્યાં બે વખત તેની સાથે શરીર સંબંધ બાંધી સુરત જતો રહ્યો હતો. થોડા સમય બાદ આરોપી ત્રીજી વખત તેને મળવા આવ્યો હતો. ત્યારે ફરીથી હોટલમાં બે વાર શરીર સંબંધ બાંધી સુરત જતો રહ્યો હતો. 

ગત મે માસમાં આરોપીએ તેને કોલ કરી ડોક્યુમેન્ટ લઈ સુરત આવવાનું કહ્યું હતું. જેથી તે ઘરેથી કોઈને કહ્યા વગર અસલ ડોક્યુમેન્ટ લઈ સુરત ગઈ હતી. આ વખતે આરોપીએ ઘટસ્ફોટ કર્યો હતો કે, મારી પત્ની હાલ ઘરે છે. મારે એક છોકરો પણ છે. અત્યારે તુ રાજકોટ જતી રહે હું મારી પત્ની અને છોકરાને પીયર મોકલી દીધા બાદ છુટાછેડા લઈ તારી સાથે લગ્ન કરી લઈશ તેમ કહ્યું હતું. આ પછી બન્ને બસમાં બેસી દ્વારકા ગયા હતાં. જયાંથી ટેક્ષી કરી રાજકોટ પહોંચ્યા હતાં. આરોપી તેને હોસ્પિટલ ચોકમાં ઉતારી થોડા દિવસમાં પાછો આવીશ, ત્યાં સુધીમાં તુ કોઈ ફરીયાદ કરતી નહી તેમ કહી જતો રહ્યો હતો. 

ઘરે જઈ તેણે વાલીઓને સઘળી હકીકત જણાવતા તેમણે પોલીસ ફરીયાદ કરવાનું કહ્યું હતું. પરંતુ તેણે ઈન્કાર કરી દીધો હતો. ગઈ તા. ૧૨ જુલાઈનાં રોજ આરોપી ફરીથી રાજકોટ આવ્યો હતો. તેને લીમડા ચોકમાં આવેલા ગેસ્ટ હાઉસમાં બોલાવતા ત્યાં ગઈ હતી. જયાં ફરીથી આરોપીએ તેની શરીર સંબંધ બાંધ્યો હતો. આ પછી બન્ને જૂનાગઢ ગયા હતાં. જયાં કાળવા ચોકનાં ગેસ્ટ હાઉસમાં તેની સાથે શરીર સંબંધ બાંધ્યો હતો. જયાંથી બન્ને સુરત ગયા હતાં. જયાં રોકાઈ બસમાં દ્વારકા ગયા હતાં. ત્યાંની હોટલમાં ત્રણ દિવસ રોકાયા હતાં. આરોપીએ ત્યાં શરીર સંબંધ બાંધવાનું કહેતા તેણે પહેલા લગ્ન કે મૈત્રી કરાર કરવાનું કહી ઈન્કાર કરી દીધો હતો. આમ છતાં આરોપીએ બળજબરીથી શરીર સંબંધ બાંધ્યો હતો. ત્યારબાદ રાજકોટ આવ્યા હતાં. એસટી બસ સ્ટેન્ડ પાસે બેસાડી આરોપી તેના ડોક્યુમેન્ટની બેગ લઈ હમણાં આવું છું તેમ કહી ભાગી ગયો હતો.

જેથી તે  આપઘાતના ઈરાદે માધાપર ચોકડી ગઈ હતી. જયાં આરોપીના બે પરીચીતો સમજાવવા આવી જતા રહ્યાં હતાં. આ પછી મોડી રાત્રે મહિલા પોલીસ મથકે ફરીયાદ કરવા ગઈ હતી. જયાંથી તેના પિતાને કોલ કરાતા તેમણે સંબંધ રાખવાનો ઈન્કર કરી દીધો હતો. પરિણામે તેણે સખી વન સ્ટોપ ખાતે રાખવામાં આવી હતી. જયાંથી નારી સંરક્ષણ ગૃહમાં મોકલી દેવામાં આવી હતી. આખરે આજે ફરીયાદ નોંધાવી હતી.

Tags :