Get The App

સરદાર પટેલ યુનિવસટીના ડિપાર્ટમેન્ટમાં ક્લાર્ક અને મહિલા કર્મચારીનો 'પ્રેમાલાપ'

Updated: Dec 25th, 2025

GS TEAM

Google News
Google News
સરદાર પટેલ યુનિવસટીના ડિપાર્ટમેન્ટમાં ક્લાર્ક અને મહિલા કર્મચારીનો 'પ્રેમાલાપ' 1 - image

- એક વિદ્યાર્થીએ રૃમનો દરવાજો બંધ કરી દેતા ભાંડો ફૂટયો 

- રજાનો દિવસ હોવા છતા બંને પેપર એસેસમેન્ટના બહાને ડિપાર્ટમેન્ટ આવ્યા હતા, યુનિવર્સિટીના સત્તાધીશો ચૂપ

આણંદ : વલ્લભ વિદ્યાનગર સ્થિત સરદાર પટેલ યુનિવસટીના એક ડિપાર્ટમેન્ટમાં ફરજ બજાવતા ક્લાર્ક અને મહિલા વહીવટી કર્મચારી ગત સપ્તાહે ડિપાર્ટમેન્ટના જ એક રૃમમાં રૃમનો દરવાજો બંધ કરીને પ્રેમાલાપ કરી રહ્યાં હતા. ત્યારે બહારથી એક વિદ્યાર્થીએ રૃમનો દરવાજો બંધ કરી દેતા હોબાળો મચ્યો હોવાની વાત યુનિ સંકુલમાં વહેતી થઈ છે. જોકે, યુનિવર્સિટીના સત્તાધીશો આ મામલે મગનું નામ મરી પાડવા તૈયાર ન હોવાનું પણ જાણવા મળ્યું છે. 

સરદાર પટેલ યુનિવસટીની સામે આવેલા માનવ વિદ્યા ભવન ખાતેના એક ડિપાર્ટમેન્ટમાં ફરજ બજાવતા સિનિયર ક્લાર્ક અને કોન્ટ્રાક્ટ બેઝ ઉપર ફરજ બજાવતી એક મહિલા વહીવટી કર્મચારી વચ્ચે છેલ્લા કેટલાક સમયથી મૈત્રી સંબધ ચાલી રહ્યો હોવાની ચર્ચાઓ ઉઠી છે. ગત સપ્તાહે વહીવટી કર્મચારીઓ માટે રજાનો દિવસ હોવા છતાં આ બંને પેપર એસેસમેન્ટના બહાને ડિપાર્ટમેન્ટ આવ્યા હતા. જ્યાં એક રૃમમાં બંને બંધ હતા ત્યારે આ જ ડિપાર્ટમેન્ટના એક પીએચડી કરતા વિદ્યાર્થીએ બહારથી રૃમનો દરવાજો બંધ કરી દીધો હતો. જેને લઈ હોબાળો મચ્યો હતો અને અન્ય કર્મચારીઓ ત્યાં દોડી આવ્યા હતા.

ત્યારબાદ સિનિયર ક્લાર્કે દરવાજો બંધ કરનાર પીએચડીના વિદ્યાર્થી સાથે બબાલ પણ કરી હોવાનું જાણવા મળ્યું છે. છેલ્લા એક સપ્તાહથી આ બનાવ અંગે યુનિ સંકુલ અને વિવિધ ડિપાર્ટમેન્ટમાં ચર્ચાઓ થઈ રહી છે અને સમગ્ર મામલો યુનિ સત્તાધીશો સમક્ષ પહોંચ્યો હોવા છતાં સત્તાધીશોના માનીતા સિનિયર ક્લાર્ક સામે કાર્યવાહી કરવાના બદલે યુનિવર્સિટીના સત્તાધીશો દ્વારા સમગ્ર મામલે ઢાંક પીછોળો કરવામાં આવી રહ્યો હોવાના પણ આક્ષેપ ઉઠયા છે. સિનિયર ક્લાર્કને બચાવવા માટે કેટલાક સિનિયર કર્મચારીઓ પણ યુનિ સત્તાધીશો પાસે દોડી ગયા હોવાનું સાંભળવા મળ્યું છે. મળતી માહિતી મુજબ મહિલા કર્મચારીના પતિ પણ યુનિવસટીમાં જ ફરજ બજાવે છે. તેમજ સમગ્ર મામલો બહાર લાવનાર વિદ્યાર્થી પણ યુનિવર્સિટીના એક સત્તાધિશના માર્ગદર્શન હેઠળ જ પીએચડી કરતો હોવાનું જાણવા મળ્યું છે.