Get The App

રૂ. 5ની જૂની નોટના બદલામાં 15 લાખ મેળવવા જતાં રૂ. 1.45 લાખ ગુમાવ્યા

Updated: Dec 31st, 2025

GS TEAM

Google News
Google News
રૂ. 5ની જૂની નોટના બદલામાં 15 લાખ મેળવવા જતાં રૂ. 1.45 લાખ ગુમાવ્યા 1 - image

જાફરાબાદના મિતીયાળાની મહિલા સોશ્યલ મીડિયાથી છેતરાઈ  : ફોન નંબરમાં કોલ કરતા CBI ઓફિસરના નામે ધમકાવી નાણા ટ્રાન્સફર કરાવી લીધા

અમરેલી, : જાફરાબાદ તાલુકાના મિતીયાળા ગામે રહેતી એક શ્રમજીવી મહિલાને ટ્રેક્ટર છાપવાળી 5 રૂપિયાની નોટના બદલામાં 15 લાખ રૂપિયા મેળવવાની લાલચ ભારે પડી છે. ગઠિયાઓએ મહિલા પાસેથી કટકે-કટકે રૂ. 1.41 લાખ પડાવી લેતા પોલીસ ફરિયાદ નોંધાઈ છે.

સોશ્યલ મીડિયા પ્લેટફોર્મમાં આવેલી લોભામણી જાહેરાત બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર, જાફરાબાદના મિતીયાળા બી.પી.એલ. વિસ્તારમાં રહેતા અને મજૂરી કામ કરતા જાગૃતીબેન મેઘજીભાઇ બાંભણીયા (ઉ.વ. 44)એ પોતાના ફેસબુક એકાઉન્ટ પર એક જાહેરાત જોઈ હતી. જેમાં 'ટ્રેક્ટર છાપવાળી 5 રૂપિયાની નોટના બદલામાં 15 લાખ રૂપિયા મળશે' તેવો દાવો કરવામાં આવ્યો હતો. આ લાલચમાં આવીને જાગૃતીબેને જાહેરાતમાં આપેલા મોબાઈલ નંબર પર સંપર્ક કર્યો હતો જેથી તેને સીબીઆઈ ઓફિસર બની ધમકાવ્યા  હતા એ પછી અજાણ્યા શખ્સોએ વોટ્સએપ નંબર  પર વાતચીત શરૂ કરી હતી. 

બાદમાં ગઠિયાઓએ 15 લાખ રૂપિયા મેળવવા માટે રજીસ્ટ્રેશન ફી, જી.એસ.ટી., આઈ.ડી. બનાવવા તેમજ સરકારી માણસો અને વીડિયોગ્રાફી ખર્ચ જેવા વિવિધ બહાના બતાવ્યા હતા. એટલું જ નહીં, આરોપીઓએ પોતાની ઓળખ 'સીબીઆઈ ઓફિસર' તરીકે આપી મહિલાને ધમકાવી  ઓનલાઈન અલગ-અલગ બેંક એકાઉન્ટમાંથી કુલ રૂ. 1,41,750 ટ્રાન્સફર કરાવી લીધા હતા.પૈસા ભર્યા બાદ પણ સામેથી કોઈ રકમ ન મળતા અને સતત પૈસાની માંગણી ચાલુ રહેતા જાગૃતીબેનને છેતરાયાનો અહેસાસ થયો હતો. અંતે તેમણે જાફરાબાદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.