Get The App

સુરેન્દ્રનગર મનપાના દરજ્જામાં ફેરફાર કરતા ૪૦ ટકા જમીન કપાત થતાં નુકસાન

Updated: Nov 7th, 2025

GS TEAM

Google News
Google News
સુરેન્દ્રનગર મનપાના દરજ્જામાં ફેરફાર કરતા ૪૦ ટકા જમીન કપાત થતાં નુકસાન 1 - image

મનપામાં સમાવિષ્ટ ગામોનો નવો ડી.પી.પ્લાનની કામ શરૃ કરવા માંગ

ખેડૂતો અને બિલ્ડર એસોસિએશન દ્વારા મનપાનો ડી-૪ દરજ્જો યથાવત્ રાખવા કલેક્ટરને રજૂઆત

ડી-૨ દરજ્જાથી ખેડૂતોને આથક નુકસાન થવાની અને શહેરનો વિકાસ રૃંધાવાની ભીતિ

સુરેન્દ્રનગર -  સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટર કચેરીમાં ખેડૂતો તેમજ બિલ્ડર એસોસિએશન દ્વારા ઉગ્ર રજૂઆત કરી હતી અને મહાનગરપાલિકાને ડી-૪ માંથી આપવામાં આવેલા ડી-૨ દરજ્જાને કારણે નુકસાન જતા અન્ય મહાનગરપાલિકા જેમ ડી-૪ દરજ્જો યથાવત રાખવાની માંગ કરી હતી. આ ઉપરાંત મનપામાં સમાવિષ્ટ ગામોનો નવો ડી.પી.પ્લાનની કામ શરૃ કરવા માંગણી કરી હતી.

સુરેન્દ્રનગર-વઢવાણ-દુધરેજ સંયુક્ત નગરપાલિકાને નવ વર્ષે મહાનગરપાલિકાનો દરજ્જો આપવામાં આવતા શહેરનો વિકાસ વધવાની અને ઝડપી થવાની આશાઓ બંધાઈ હતી. પરંતુ ગત જૂન ૨૦૨૫મા શહેરી વિકાસ સચિવના હુકમથી સુરેન્દ્રનગર મહાનગરપાલિકાને ડી-૪ કેટેગરીમાંથી ડી-૨ કેટેગરીનો દરજ્જો આપવામાં આવતા બિલ્ડરો અને ખેડૂતોને નુકસાની વેઠવાનો વારો આવ્યો. ડી-૨ દરજ્જામાં ખેતરની ૪૦ ટકા જમીન કપાત થાય છે. ખેતરોમાંથી ૪૦% જમીન કપાતના નિયમથી સુરેન્દ્રનગર શહેર માટે આથક સંકટ ઊભું થઈ શકે છે અને ખેડૂતોને પણ પોતાની મહામૂલી જમીનમાંથી આ કપાત પોષાય તેમ નથી અને નુકસાની પડી શકે તેમ છે. જ્યારે મનપામાં સમાવિષ્ટ દુધરેજ ઉપરાંત પાંચ ગામોના ખેડૂતોને નુકસાન જવાની ભીતિ ઉભી થઈ છે તો શહેરનો વિકાસ પણ એકંદરે રૃંધાઈ જશે. આથી સરકાર દ્વારા ખેડુતોના હિતને ધ્યાને લઈને મહાનગરપાલિકાના દરજ્જામાં ફેરફાર કરી થોડા સમય માટે ડી-૨ દરજ્જો યથાવત કરવામાં આવે તેવી માંગ સાથે તમામ ગામોના ખેડૂતો અને બિલ્ડરોએ જીલ્લા કલેક્ટરને ઉગ્ર રજૂઆત કરી હતી.

 

જૂનાગઢની જેમ સુરેન્દ્રગરમાં પણ રાહત આપવા માંગ

જુનાગઢ નગરપાલિકાને મહાનગરપાલિકાનો દરજ્જો મળ્યા બાદ ૦૭-૦૮ વર્ષ સુધી કોઈ પણ કપાત રાખવામાં આવી નહોતી. આવી જ રીતે સુરેન્દ્રનગર મહાનગરપાલિકા દ્વારા પણ હાલ થોડા વર્ષોે સુધી ખેડૂતોના હિતને ધ્યાને લઈ કપાત ન રાખવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી.

 

મનપામાં સમાવિષ્ટ ગામોને જોડતો નવો ડી.પી.પ્લાનની કામગીરી શરૃ કરવા માંગ

સુરેન્દ્રનગર મનપામાં સમાવિષ્ટ ૦૫ ગામો ખેરાળી, ચમારજ, માળોદ, મૂળચંદ, ખમીસાણા અને દુધરેજ સહિતના ગામોના ખેડુતોની જમીન ડી-૨ કેટેગરીને કારણે ૪૦ ટકા કપાત થતા નુક્સાન થઈ રહ્યું છે. જેને ધ્યાને લઈને મનપામાં સમાવિષ્ટ ૦૫ ગામોને જોડતો નવો ડી.પી.પ્લાનની કામગીરી શરૃ કરવામાં આવે તો ખેડુતોને પણ આથક ફાયદો થઈ શકે છે સાથે સાથે શહેરનો વિકાસ પણ ઝડપી બનશે.