ભાઈજીપુરા પાસે દબાણ હટાવ્યાના ૨૪ કલાકમાં ફરી લારીઓનો અડીંગો

ગાંધીનગર કોર્પોરેશનની નામ પૂરતી દબાણ કાર્યવાહી
જપ્ત કરાયેલી લારીઓ ફરીવાર ગોઠવાઈ જતા સર્વિસ રોડ ઉપર પાર્કિંગનો પ્રશ્ન ઃ સ્થાનિકોમાં વધતો જતો રોષ
ગાંધીનગર : ગાંધીનગર કોર્પોેરેશન દ્વારા ફરિયાદોનો નામ પૂરતો નિકાલ કરવા માટે જ દબાણની કાર્યવાહી કરવામાં આવતી હોય તેમ લાગી રહ્યું છે. ભાઈજીપુરા પાસે સર્વિસ રોડ ઉપર દબાણ હટાવ્યાને ૨૪ કલાકમાં ફરીથી લારીઓ તે જ સ્થળે ગોઠવાઈ ગઈ છે. જેથી કોર્પોરેશનની આ દબાણ હટાવ કામગીરી ફક્ત નાટક હોય તેવું સ્પષ્ટપણે લાગી રહ્યું છે.
ગાંધીનગર શહેર તેમજ આસપાસના વિસ્તારમાં માર્ગોની આસપાસ લારી ગલ્લાના દબાણો ખૂબ જ વધી ગયા છે અને તેના કારણે પાકગ તેમજ ટ્રાફિકનો પ્રશ્ન સર્જાય છે. સ્થાનિકો દ્વારા ફરિયાદ કરવા છતાં કોર્પોરેશન દ્વારા યોગ્ય કાર્યવાહી કરવામાં આવતી નથી ત્યારે તાજેતરમાં જ ભાઈજીપુરા ચાર રસ્તા પાસે અને સર્વિસ રોડ ઉપર લારી ગલ્લાના દબાણોને કારણે પાર્કિંગનો પ્રશ્ન ઉવતો હોવાની ફરિયાદ સ્થાનિકો દ્વારા કોર્પોરેશનને કરવામાં આવી હતી. જોકે આ ફરિયાદને પગલે કોર્પોેરેશનની એસ્ટેટ શાખા દ્વારા અહીં લારીઓના દબાણો હટાવવામાં આવ્યા હોવાનો દાવો કરવામાં આવ્યો હતો પરંતુ ૨૪ કલાકમાં જ ફરીથી જપ્ત કરાયેલી લારીઓ અહીં ગોઠવાઈ ગઈ હતી. જેના કારણે પરિસ્થિતિ ઠેરની ઠેર થઈ ગઈ છે. સ્થાનિકો આક્ષેપ કરી રહ્યા છે કે, કોર્પોરેશન દ્વારા ફક્ત દેખાડવા ખાતર કામગીરી કરવામાં આવી રહી છે. હકીકતમાં સવસ રોડ ઉપર લારી ગલ્લાના દબાણ એટલા વધી ગયા છે કે અહીં વાહન લઈને પસાર થવું પણ મુશ્કેલ બની જાય છે. દુકાનના સંચાલકો દ્વારા બહારની માજનની જગ્યા લારીઓને ભાડે આપી દેવાને કારણે પાર્કિંગનો પ્રશ્ન ઉદભવે છે. જોકે કોર્પોરેશનના અધિકારીઓ સબ સલામતના દાવા કરી રહ્યા છે પરંતુ હકીકતમાં ગાંધીનગરમાં દબાણનો પ્રશ્ન ખૂબ જ ગંભીર બની રહ્યો છે.








