ઓઢવમાં યુવકને પાઇપ, લાકડીથી ઢોર માર માર્યો
યુવક મિત્રને મળવા ગયો ત્યાં હાજર શખ્સોએ હુમલો કર્યો
લોખંડની પાઇપ દંડાથી ઢોર મારા મારતાં ગંભીર હાલતમાં સારવાર હેઠળ
અમદાવાદ, સોમવાર
ઓઢવમાં યુવક મિત્રને મળવા ગયો તે સમયે આરોપીઓએ તું કેમ બોગસગીરી કરે છે કહીને તકરાર કરીને લોખંડની પાઇપ અને લાકડીથી ઢોર માર મારીને ચારેય શખ્સો ત્યાંથી નાસી ગયા હતા. ગંભીર રીતે ઘાયલ યુવક હાલમાં સારવાર હેઠળ છે. આ બનાવ અંગે ઓઢવ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
તું કેમ બોગસગીરી કરે છે કહીને યુવકને લોખંડની પાઇપ દંડાથી ઢોર મારા મારતાં ગંભીર હાલતમાં સારવાર હેઠળ ઃ ઓઢવ પોલીસે ગુનો નોંધી તપાસ શરુ કરી
ઓઢવમાં શિવમ આવાસ યોજનાના મકાનમાં રહેતા અને છૂટક મજૂરી કરતા પ્રશાંતભાઇ ઉર્ફે પપ્પુ સુઘરાવજી આથુર (ઉ.વ.૪૬)એ ઓઢવ ઠાકોર વાસમાં રહેતા વિજય ઠાકોર, કરણ ઠાકોર, અક્ષય ઠાકોર અને વિક્રમ ઠાકોર સામે ફરિયાદ નોેંધાવી છે કે ગઇકાલે રાતના સમયે તેઓ ઓઢવ વલ્લભનગરમાં મિત્રને મળવા ગયા હતા.
આ સમયે ત્યાં ચારેય શખ્સો હાજર હતા તેઓએ ફરિયાદીને તું કેમ બોગસગીરી કરે છે કહીને ઝઘડો કરીને ચારેય શખ્સોએ યુવકને લોખંડની પાઇપ અને લાકડીથી ઢોર માર મારવા લાગ્યા હતા. જેથી ફરિયાદીએ બુમાબુમ કરતા આસપાસના લોકો આવી જતા ચારેય ત્યાંથી નાસી ગયા હતા.ઇજાગ્રસ્ત યુવકને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યો હતો.