નિકોલમાં પતિના બીજી સ્ત્રી સાથેના આડા સંબંધથી કંટાળીને પત્નીએ એસિડ પીને જીવન ટૂકાવ્યું

અમદાવાદ, મંગળવાર
નિકોલમાં પતિની અન્ય સ્ત્રી સાથેના આડા સંબંધથી કંટાળીને પત્નીએ લગ્નના બે વર્ષમાં જ એડિસ પીને આપઘાત કર્યો હતો. પોલીસ તપાસમાં પત્નીની નજર સામે પતિ પ્રેમિકા સાથે વિડિયા કોલમાં વાત કરતો હતો.પત્ની સમજાવતી ત્યારે માર મારતો અને છૂટાછેડા માટે દબાણ કરતો હતો. આખરે કંટાળીને જીવન ટૂકાવ્યું હતું. આ બનાવ અંગે નિકોલ પોલીસે પતિ સામે દુષ્પ્રેરણા સહિતની કલમ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
પતિનો પગાર ઓછો હોવાથી નોકરી માટે અને છૂટાછેડા લેવા દબાણ કરતો ઃ લગ્નના બે વર્ષમાં આપઘાત કરતા ઃ નિકોલ પોલીસે દુષ્પ્રેરણાની કલમ હેઠળ ગુનો નોંધ્યો
ગોમતીપુરમાં રહેતા યુવકે નિકોલ પોલીસ સ્ટેશનમાં નિકોલમાં રહેતા દિપેનકુમાર સામે ફરિયાદ નોંધાવી છે કે તેમના મોટા બહેનના લગ્ન ૨૦૨૩માં થયા હતા. લગ્નના દોઢક વર્ષ સુધી સારી રીતે રાખતા હતા. જો કે પનિનો પગાર ઓછો હોવાથી પત્નીને નોકરી કરવાની ફરજ પાડતા હતા જેથી ફરિયાદીની બહેન કારખાનામાં નોકરી કરવા લાગી હતી. થોડા મહિના બાદ પતિના અન્ય મહિલા સાથેના સંબંધ હોવાની જાણ થતા બન્ને વચ્ચે આ વાતને લઈને અવાર નવાર તકરાર થતી હતી.
છ મહિના પહેલા રાત્રે પતિ પત્નીની નજર સામેં પ્રેમિકા સાથે વિડિયો કોલમાં વાત કરતો હતો. આ વાતનો પત્નીએ વિરોધ કરતા મારઝૂડ કરીને છુટાછેડા આપવાની ધમકી આપીને પિયર મૂકી આવ્યો હતો. બાદમાં સમાજના વડીલોની સમજાવટથી પત્નીને ઘરે લઈને આવ્યો હતો. તેમ છતાં પતિ પ્રેમિકા સાથે સંબંધ રાખતો હતો આ મુદ્દે બંને વચ્ચે તકરાર થતા આખરે કંટાળીને ફરિયાદીની બહેને એસિડ પીને આપઘાત કરવાનો પ્રયાસ કરી લીધો હતો. બેભાન હાલતમાં બે મહિનાની સારવાર દરમિયાન તા. ૩ના રોજ ફરિયાદીની બહેનનું મોત થયું હતું.









