Gujarat

ખાસવાડી સ્મશાન મહારાષ્ટ્રીયન સમાજ માટે દસપિંડ વિધિની જગ્યા આપવામાં લોલીપોપ : સંસદ સભ્યને રજૂઆત

By GS TEAM
27 May 20261 min read
TukuTouch Logo
વડોદરાના ખાસવાડી સ્મશાન ખાતે મહારાષ્ટ્રીયન સમાજ માટેની વર્ષો જૂની દશપિંડ વિધિ માટેની વ્યવસ્થા હજુ સુધી કરવામાં આવી નથી જે અંગે તાજેતરમાં રામધુન કાર્યક્રમ યોજાયા બાદ વડોદરાના સંસદ સભ્યોને વિજય જાદવની આગેવાનીમાં સમાજ દ્વારા સંસદ સભ્યને રજૂઆત કરવામાં આવી હતી.

Summarized by AI; it may make mistakes. Check important info

ખાસવાડી સ્મશાન મહારાષ્ટ્રીયન સમાજ માટે દસપિંડ વિધિની જગ્યા આપવામાં લોલીપોપ : સંસદ સભ્યને રજૂઆત

Vadodara : વડોદરાના ખાસવાડી સ્મશાન ખાતે મહારાષ્ટ્રીયન સમાજ માટેની વર્ષો જૂની દશપિંડ વિધિ માટેની વ્યવસ્થા હજુ સુધી કરવામાં આવી નથી જે અંગે તાજેતરમાં રામધુન કાર્યક્રમ યોજાયા બાદ વડોદરાના સંસદ સભ્યોને વિજય જાદવની આગેવાનીમાં સમાજ દ્વારા સંસદ સભ્યને રજૂઆત કરવામાં આવી હતી.

વડોદરાના ખાસવાડી સ્મશાન અગાઉ રિલાયન્સ કંપનીએ તેના સીએસઆર ફંડમાંથી કામગીરી કરવાની શરૂઆત કરી હતી. પરંતુ તે કામગીરી અધુરી મૂકી દીધી હતી. ત્યારબાદ વર્ષ 2023માં આઈ. ઓ.સી.એલ. અને પાવર ગ્રીડ કંપનીના CRS ફંડમાંથી પુર્વ સાંસદ રંજનબેન ભટ્ટના પ્રયત્નથી ખાસવાડી સ્મશાન ગૃહની નવિનીકરણની કામગીરી શરૂ કરવામા આવી. આશરે 15 કરોડના ખર્ચે આ કામગીરી શરૂ કરાઈ હતી. તે સમયે મહારાષ્ટ્રીયણ સમાજની દશપિંડવિધિ થનાર જગ્યાએથી નવિનીકરણની કામગીરી શરૂ કરવાંમા આવશે. તેવી બાહેધરી પુર્વ સાંસદ રંજનબેન દ્વારા આપવામાં આવી હતી. હાલ જ્યારે ખાસવાડી સ્મશાનની 90% જેવી કામગીરી પૂર્ણ થવા જઈ રહી છે ત્યારે હજી સુધી મહારાષ્ટ્રીયણ સમાજની દશપિંડવિધીની જગ્યાએ એક ઈંટ પણ હલાવી નથી. તો શું જે તે સમયે મહારાષ્ટ્રીયણ સમાજના લોકને ખાલી લોલી પોપ આપવાંમા આવી હતી.

ખાસવાડી સ્મશાન ખાતે દશપિંડવિધિની નવિનીકરણ કામગીરી મુદ્દે મહારાષ્ટ્રીયણ સમાજના આગેવાનો આજે વડોદરાના સંસદ સભ્ય હેમાંગ જોશીને રજૂઆત કરી હતી. દશપિંડવિધિની નવિનીકરણ કામગીરીનો યોગ્ય અને ઝડપી ઉકેલ લાવવાની ખાતરી સાંસદ દ્વારા અપાઈ હતી.