For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

કરણી સેના અધ્યક્ષ શેખાવતે કર્યું મોટું એલાન, રૂપાલા અને ભાજપ બંનેનું ટેન્શન વધી ગયું

Updated: Apr 3rd, 2024

Article Content Image

Lok Sabha Elections 2024 | પરશોત્તમ રૂપાલાની ટિપ્પણી વિવાદ વકર્યો છે ત્યારે ભાજપે સ્પષ્ટ વલણ અખત્યાર કર્યું છે કે, કોઈપણ ભોગે પરશોત્તમ રૂપાલાની ટિકિટ રદ નહી થાય. આ જોતાં ક્ષત્રિયોએ આરપારને લડાઈ લડવા નક્કી કર્યું છે. હવે ક્ષત્રિયોએ ભાજપ સામે ચૂંટણી લડવા તૈયારીઓ આદરી છે. ખુદ કરણીસેનાએ જ રાજકોટમાં રૂપાલાની સામે ક્ષત્રિય ઉમેદવારને ચૂંટણી મેદાને ઉતારવા નિર્ણય કર્યો છે જેના પગલે ભાજપની ચિંતામાં વધારો થયો છે. 

ક્ષત્રિયો કોઈપણ ભોગે રૂપાલાને કરવા તૈયાર નથી. હવે તો ભાવનગરથી માંડીને અન્ય રાજવી પરિવારોએ પણ વિરોધ કરવાનો શરૂ કર્યો છે. કરણીસેના અધ્યક્ષ રાજ શેખાવતે એલાન કર્યું છેકે, રૂપાલાની ટિકિટ કોઈપણ ભોગે રદ થવી જોઈએ. અમે માફી આપતા જ નથી. જે સરકાર સાથે મળીને વાટાઘાટો કરે તે અમારી સાથે નથી. ભાજપનો કોઈપણ મોટાગજાનો નેતા કહેશે તો પણ અમે રૂપાલાને માફ નહીં કરીએ. જો રૂપાલાને ટિકિટ રદ કરવામાં નહીં આવે તો રાજકોટ બેઠક પર કરણી સેના ભાજપ સામે ઉમેદવાર ઉભો રાખશે. 

એટલુ જ નહીં,  જો કોઈ ઉમેદવાર ચૂંટણી મેદાને નહી ઉતરે તો શેખાવતે ઉમેદવારી નોંધાવવા તૈયારી બતાવી છે. કરણી સેનાએ ભાજપને અલ્ટીમેટમ આપ્યુ છે કે, જો રૂપાલાની ટિકિટ રદ નહીં કરાય તો લોકસભાની ચૂંટણીમાં ભાજપને મતની ભાષામાં જવાબ અપાશે. એટલું જ નહીં કમલમનો ઘેરાવ કરવા પર તૈયારીઓ કરવામાં આવી છે. 

Article Content Image

Gujarat