Get The App

લોક રક્ષક દળ ભરતી પ્રક્રિયા અંતિમ તબક્કામાં, ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટેની તારીખ જાહેર

Updated: Sep 4th, 2025

GS TEAM

Google News
Google News
લોક રક્ષક દળ ભરતી પ્રક્રિયા અંતિમ તબક્કામાં, ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટેની તારીખ જાહેર 1 - image


LRD Merit : ગુજરાત લોકરક્ષક કેડરની ભરતી પ્રક્રિયામાં અંતિમ તબક્કોમાં છે, ત્યારે ગત 27 ઓગસ્ટે પોલીસ ભરતીની લોક રક્ષકનું મેરીટ લિસ્ટ જાહેર કરાયા બાદ ભરતી બોર્ડે ઉમેદવારોના ડોક્યુમેન્ટ વેરિફિકેશન સહિતની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. જેમાં આગામી 17 સપ્ટેમ્બરથી 30 સપ્ટેમ્બર, 2025 દરમિયાન લોકરક્ષક કેડરના ઉમેદવારોના ડોક્યુમેન્ટ વેરિફિકેશન થઈ શકશે. 

તમને જણાવી દઈએ કે, ગુજરાત રાજ્ય પોલીસ ભરતી બોર્ડ દ્વારા લોકરક્ષક દળ કેડરની કોન્સ્ટેબલની 12 હજાર જગ્યાઓ માટે પરીક્ષા 15 જૂને યોજાઈ હતી. અમદાવાદ, ગાંધીનગર, રાજકોટ સહિત રાજ્યના કુલ 7 જિલ્લાઓ 2.48 લાખથી વધુ ઉમેદવારોએ પરીક્ષા આપી હતી. જ્યારે ગત 6 ઓગસ્ટ, 2025એ ભરતી બોર્ડે લેખિત પરીક્ષાના ગુણો જાહેર કર્યા હતા. ત્યારબાદ રિચેકિંગ માટે ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવવામાં આવી હતી. જેમાં કુલ 557 અરજીઓ પ્રાપ્ત થઈ હતી, જેમાંથી દરેકની વિગતવાર ચકાસણી કરવામાં આવી હતી. 

આ પણ વાંચો: ગુજરાત લોકરક્ષક પોલીસ ભરતીનું મેરીટ જાહેર: 120.50 માર્ક્સે અટક્યું જનરલનું મેરીટ

મળતી માહિતી મુજબ, ચકાસણી દરમિયાન ખુલ્યું કે, કેટલાક ઉમેદવારો દ્વારા OMR Sheet પર પ્રશ્નપુસ્તિકા કોડ લખવામાં ભૂલ થઈ હતી. જેના કારણે તેમના ગુણોની ગણતરીમાં વિલંબ અને વિસંગતતા સર્જાઈ હતી. આ ભૂલ અંગે તંત્ર દ્વારા યોગ્ય પગલાં લેવામાં આવશે તેવી શક્યતા છે. 

લોક રક્ષક દળ ભરતી પ્રક્રિયા અંતિમ તબક્કામાં, ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટેની તારીખ જાહેર 2 - imageલોક રક્ષક દળ ભરતી પ્રક્રિયા અંતિમ તબક્કામાં, ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટેની તારીખ જાહેર 3 - image

Tags :