Get The App

લોકરક્ષક દળમાં પસંદગી પામેલા ઉમેદવારોને 23 ડિસેમ્બરે નિમણૂંક પત્ર એનાયત કરાશે, પોલીસ ભરતી બોર્ડે આપી માહિતી

Updated: Dec 18th, 2025

GS TEAM

Google News
Google News
લોકરક્ષક દળમાં પસંદગી પામેલા ઉમેદવારોને 23 ડિસેમ્બરે નિમણૂંક પત્ર એનાયત કરાશે, પોલીસ ભરતી બોર્ડે આપી માહિતી 1 - image


Gandhingar News: ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા લોકરક્ષક (LRD) જાહેરાત ક્રમાંક GPRB/202324/1 અંતર્ગત ભરતી પ્રક્રિયા પૂર્ણ કરી દેવાઈ છે. પ્રસિદ્ધ કરાયેલા ફાઈનલ પરિણામમાં પસંદગી પામેલા ઉમેદવારોને 23 ડિસેમ્બર 2025ના રોજ મુખ્યમંત્રીના હસ્તે નિમણૂક પત્ર એનાયત કરવામાં આવશે.

 લોકરક્ષક દળમાં પસંદગી પામેલા ઉમેદવારોને 23 ડિસેમ્બરે નિમણૂંક પત્ર એનાયત કરાશે

આ અંગે ગુજરાત પોલીસ ભરતી બોર્ડ, ગાંધીનગરની કચેરી દ્વારા તા. 12/12/2025ના પત્રક્રમાંક GPRB/LRD/આખરી પરિણામ/1084/25 મુજબ માહિતી આપવામાં આવી છે. રાજ્ય પોલીસ દળમાં વિવિધ સંવર્ગોની કુલ 12,000 જગ્યાઓ સીધી ભરતી દ્વારા ભરવાની પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી છે, જેમાંથી કુલ 11,899 ઉમેદવારોની આખરી પસંદગી યાદી બોર્ડની વેબસાઇટ પર જાહેર કરવામાં આવી છે તેમજ સંબંધિત કચેરીને મોકલવામાં આવી છે.

લોકરક્ષક દળમાં પસંદગી પામેલા ઉમેદવારોને 23 ડિસેમ્બરે નિમણૂંક પત્ર એનાયત કરાશે, પોલીસ ભરતી બોર્ડે આપી માહિતી 2 - image

લોકરક્ષક દળમાં પસંદગી પામેલા ઉમેદવારોને 23 ડિસેમ્બરે નિમણૂંક પત્ર એનાયત કરાશે, પોલીસ ભરતી બોર્ડે આપી માહિતી 3 - image

ગાંધીનગરના સેક્ટર-11 ખાતે ભવ્ય કાર્યક્રમમાં નિમણૂક અપાશે  

પસંદગી પામેલા ઉમેદવારો માટે નિમણૂક પત્ર એનાયત કરવાનો ભવ્ય કાર્યક્રમ રામકથા મેદાન, સેક્ટર-11, ગાંધીનગર ખાતે યોજાશે. કાર્યક્રમ બપોરે 4:00 વાગ્યે શરૂ થશે અને તેમાં માનનીય મુખ્યમંત્રી પોતાની વરદ હસ્તે પસંદગી પત્રો એનાયત કરશે.

આ પણ વાંચો: LRD પરીક્ષાનું ફાઇનલ રિઝલ્ટ જાહેર, હવે DGP કચેરી નિમણૂક આપશે

ઉલ્લેખનીય છે કે LRD નિમણૂક પત્રો અંદાજે 23 ડિસેમ્બર આસપાસ આપવામાં આવશે, જેને લઈને ઉમેદવારોમાં ખુશી અને ઉત્સાહનું માહોલ જોવા મળી રહ્યો છે. પસંદગી પામેલા ઉમેદવારોને કાર્યક્રમમાં સમયસર હાજર રહેવા માટે સૂચના આપવામાં આવી છે.