કપડવંજની રાજસ્થાન કોલોનીમાં બે મકાનના તાળા તોડી 6 લાખની ચોરી
- પોલીસના નાઈટ પેટ્રોલિંગ સામે સવાલો, લોકોમાં ફફડાટ
- કાકીના ઘરમાંથી ભત્રીજાની 3.50 કિલો ચાંદી, સવા બે તોલા સોનું, રોકડ લઈ તસ્કર ફરાર
કપડવંજની રાજસ્થાન કોલોનીમાં ગીતાબેન ગુણવંતભાઈ તેમજ તેમની બાજુમાં શાન્તાબેન પતાજી રાઠોડ બંનેના મકાનો બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવ્યા હતા.
સ્થાનિકોના જણાવ્યા મુજબ, ગીતાબેનના ભત્રીજા વિનોદભાઈ રતીલાલ રાઠોડનું બાજુમાં નવા મકાનમાં કામ ચાલતું હોવાથી વિનોદભાઈએ તેમના કાકી ગીતાબેનના મકાનમાં તેમની કિંમતી જણસો, રોકડા રૂપિયા સાચવવા મુકયા હતા. ગીતાબેન તેમની દીકરીને ત્યાં ૧૫ દિવસ મકાન બંધ કરી ગયા હતા. ત્યારે રાત્રીના સમયે અજાણ્યા ચોરોએ બંને મકાનના તાળા તોડી તીજોરી તોડી તમામ વસ્તુઓ વેરણછેરણ કરી દીધી હતી. વિનોદભાઈએ કાકીના મકાનમાં મુકેલી અંદાજે સાડા ત્રણ કિલો ચાંદી, સવા બે તોલા જેટલું સોનું તેમજ ૨૨ હજાર રોકડ રકમ મળીને અંદાજે છ લાખ રૂપિયા જેટલી ચોરી થઇ હતી. આ અંગે જાણ કરાતા પોલીસે વધુ તપાસ શરૂ કરી છે.