Gujarat
વિસત-ગાંધીનગર હાઈવે ઉપર આવેલા પેલેડીયમ મોલના બીજા માળે આવેલી દુકાન આગમાં ખાખ
By GS TEAM
13 Dec 20251 min read

અમદાવાદ, શનિવાર,13 ડિસેમ્બર,2025
અમદાવાદના ચાંદખેડામા આવેલા પેલેડીયમ બિઝનેસ હબ ખાતે બીજા
માળે આવેલા મલબેરી થાઈ સ્પામાં શનિવારે
બપોરે આગ લાગતા લોકોમાં દોડધામ મચી ગઈ હતી.સ્પામા રાખવામા આવેલા ફર્નિચરમા આગ
લાગતા ભારે ધુમાડો ફેલાયો હતો.જોકે ફાયર અધિકારીઓ અને જવાનોએ સમયસર આગ હોલવી
નાંખતા કોઈ ઈજા કે જાનહાની થઈ નહતી.આગ લાગવા અંગે ચોકકસ કારણ જાણવા મળ્યુ નથી.
શનિવારે બપોરે ૪.૩૦ કલાકે ચાંદખેડા ખાતે આવેલા પેલેડીયમ
બિઝનેસ હબમાં આગ લાગી હોવાનો કંટ્રોલને મેસેજ મળતા જ પાંચ વોટરબાઉઝર, બે મિની ફાઈટર
સહિત ફાયર વિભાગનો સ્ટાફ ઘટના સ્થળે પહોંચ્યો હતો. બિલ્ડિંગમાં ફાયર ફાઈટીંગ
સિસ્ટમની મદદથી અંદાજે એક લાખ લિટર પાણીનો મારો ચલાવી આગને હોલવી નાંખવામા આવી
હતી. આગ લાગવાના કારણે સ્પામા રાખવામા આવેલુ તમામ ફર્નિચર બળીને ખાખ થઈ ગયુ હતુ.









