જજીસ બંગલા રોડ ઉપર આવેલા ચીફ જસ્ટીસ બંગલા, રોડ પર ધૂળ ઉડાડતી કન્સ્ટ્રકશન સાઈટની કામગીરી અટકાવાઈ
સૂર્યપૂજા ફલેટ તથા શીરીન પાર્ક નામની બે સાઈટનુ રિડેવલમેન્ટ કરનારા ડેવલપરને દસ લાખનો દંડ કરાયો
અમદાવાદ,શનિવાર,1
જુન,2023
બોડકદેવ વોર્ડના જજીસ બંગલો રોડ ઉપર આવેલા ગુજરાત
હાઈકોર્ટના ચીફ જસ્ટીસ બંગલા તથા રોડ ઉપર ધૂળ ઉડાડી હવામાં પ્રદૂષણ ફેલાવતી કન્સ્ટ્રકશન સાઈટની
કામગીરી મ્યુનિ.એસ્ટેટ વિભાગે બંધ કરાવી દીધી છે.સૂર્યપૂજા ફલેટ તથા શીરીન પાર્ક
નામની બે સાઈટના રિડેવલપમેન્ટ સમયે બેદરકારી રાખનારા બિલ્ડર ડેવલપને રુપિયા દસ લાખ
વહીવટી ચાર્જ ભરવા સોલિડ વેસ્ટ વિભાગ તરફથી નોટિસ આપવામાં આવી છે.એસ્ટેટ વિભાગ
તરફથી મંજૂરી આપવામા ના આવે ત્યાં સુધી ડેવલપર કામગીરી કરી નહિ શકે. આ રોડ ઉપર ચીફ
જસ્ટીસ ઉપરાંત ન્યાયાધીશોના રહેઠાણ આવેલા છે.
જજીસ બંગલા રોડ ઉપર આવેલા સૂર્યપૂજા ફલેટ તથા શીરીન પાર્ક
ના રિડેવલપમેન્ટની કામગીરી સમયે તોડફોડ કરવામા આવતી હતી.જેના કારણે તેની સામે
આવેલા ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટીસના બંગલામાં તેમજ રોડ તથા ફૂટપાથ ઉપર માટી તથા
ધૂળ ઉડવાના કારણે હવામાં પ્રદૂષણ ફેલાતુ હતુ.શનિવારે સવારે મ્યુનિ.ના સોલિડ
વિભાગની ટીમે સ્થળ ઉપર તપાસ કરતા બિલ્ડર-ડેવલપર દ્વારા જુના ફલેટ તોડવાની કામગીરી
કરવામા આવી રહી હતી.જે કારણથી આસપાસમાં આવેલા રહેણાંક તથા કોમર્શિયલ યુનિટોમાં ધૂળ
અને રજકણો ઉડીને પહોંચતી હતી.બિલ્ડરે રિડેવલપમેન્ટ કામગીરી સમયે સાઈટ ઉપર પતરાં
લગાવવાના બદલે કાપડ અને કંતાન બાંધી તોડફોડની કામગીરી ચાલુ રાખી હતી.સાઈટ ઉપર
લગાવવામા આવેલા કંતાન પણ ફાટી જતા રોડ ઉપર વિખરાયેલી હાલતમાં જોવા મળ્યા હતા.રોડ
ઉપર બાંધકામની તોડફોડને લઈ નીકળેલી ડેબરીઝ,માટી તથા
રેતી વિખરાયેલી હાલતમાં જોવા મળ્યા હતા.આ રોડ ઉપર વી.આઈ.પી.તથા વી.વી.આઈ.પી.ની સતત
અવરજવર થતી હોવા ઉપરાંત આઈટીસી નર્મદા જેવી હોટલ પણ આવેલી છે.