અમદાવાદ,ગુરુવાર,22 જાન્યુ,2026
અમદાવાદના શીલજ ચાર રસ્તા પાસે આવેલા કાવેરી સંગમ ફલેટમાં
પાલતુ લેબ્રાડોર ડોગે એક મહિલા ઉપર હુમલો કરી તેણીને ઈજા પહોંચાડી હતી.આ અંગે
મહિલાના પતિ દ્વારા બોપલ પોલીસને ઓનલાઈન ફરિયાદ અપાઈ હતી.બોપલ પોલીસ દ્વારા
શ્વાનના માલિક સામે ફરિયાદ નોંધી ગુનો દાખલ કર્યો છે.કોર્પોરેશનની ટીમે આ પાલતુ
લેબ્રાડોર ડોગને પકડીને ડોગ શેલ્ટરમાં પુરી દીધો છે.
આ અંગે પ્રાપ્ત થતી વિગત મુજબ, કાવેરી સંગમ ફલેટ
નંબર-સી-૨૦૩મા રહેતા શ્વાનના માલિક દ્વારા લેબ્રાડોર ડોગ રાખવામા આવ્યો હતો. ૨૦
જાન્યુઆરીએ બપોરના સુમારે મકાન માલિકની પુત્રી લાંબા પટ્ટાથી ડોગને બાંધી શ્વાનને
લઈ નીચે ઉતરતા હતા. આ સમયે શ્વાન દ્વારા એક મહિલા ઉપર હુમલો કરી ઈજા પહોંચાડાઈ
હતી.આ અંગે કોર્પોરેશનના સીએનસીડી ડોગ કમ્પલેન સેલમા પણ ફરિયાદ કરવામા આવી હતી.ટીમ
દ્વારા સ્થળ તપાસ કરતા ડોગનુ ૨૬ મે-૨૫ના રોજ
શિવમ ભરતકુમાર સુથાર દ્વારા રજિસ્ટ્રેશન કરાવાયુ હતુ.તેનુ વેકસિનેશન પણ
કરાયુ હતુ.આ પાલતુ શ્વાન અન્યને નુકસાન ના
પહોંચાડે એ હેતુથી ડોગ માલિક પાસેથી સફેદ રંગના લેબ્રાડોરને પકડીને કોર્પોરેશનના
ડોગ શેલ્ટરમા પુરવામા આવ્યુ છે.


