Gujarat

અમદાવાદના વિવિધ વિસ્તારમાં આવેલા તળાવોમાં ઓકિસજન લેવલ વધારવા જેટ અરેટર લગાવાશે

By GS TEAM
30 Mar 20261 min read
અમદાવાદના વિવિધ વિસ્તારમાં આવેલા  તળાવોમાં ઓકિસજન લેવલ વધારવા જેટ અરેટર લગાવાશે

અમદાવાદ,સોમવાર,30 માર્ચ,2026

અમદાવાદના વિવિધ વિસ્તારમાં આવેલા અંદાજે ૭૦ તળાવોમાં ઓકિસજન લેવલ વધારવા રુપિયા ૩.૭૫ કરોડના ખર્ચે જેટ અરેટર લગાવાશે. પેડલ વ્હીલ અરેટર લગાવીને તળાવના પાણીમા રહેલા હાનિકારક એમોનિયા,હાઈડ્રોજન સલ્ફાઈડ અને મીથેન ગેસને બહાર કાઢવામાં આવશે. મ્યુનિસિપલ કોર્પોરેશન હસ્તક શહેરમાં ૧૧૦થી પણ વધુ નાના-મોટા તળાવ છે. આ પૈકી જે તળાવમાં વધુ સમય પાણી રહેતુ હોય તેવા તળાવોમાં જેટ અરેટર લગાવાશે.

શહેરના તળાવોમાં પાણીની ગુણવત્તા સુધારવા અને ઓકિસજનની માત્રામા વધારો કરવા માટે કોર્પોરેશન દ્વારા ટેન્ડર કરવામા આવ્યુ છે.તળાવોમાં  ફોર અને સિકસ પેડલ વ્હીલ અરેટર મુકવામા આવશે.જેટ અરેટર, ફલોટીંગ ફાઉન્ટેન અને પેડલ વ્હીલ અરેટર વિવિધ તળાવોમાં મુકવાથી તેમા રહેલા પાણીમાં ડિઝોલ્વ ઓકિસજનની માત્રા વધે છે.તળાવના પાણીમા રહેલી માછલીઓ અને અન્ય જળચર જીવો માટે ઓકિસજન જરૃરી છે.આ ઉપરાંત પેડલ વ્હીલ અરેટર  એ તળાવના પાણીને ઉપર નીચે કરે છે. આ કારણથી નીચેનુ ગંદુ પાણી ઉપર આવે છે અને ઉપરનુ પાણી નીચે જવાથી ઓકિસજનનુ લેવલ એકસમાન રહે છે.ઉત્તર-પશ્ચિમ ઝોનમાં આવેલા આંબલી તળાવ, આર.એમ. એસ.તળાવ, બોડકદેવ તળાવ, સોલા ગામ તળાવ, ઉગતી લેક,ગોતા, ગોતા વોર્ડમાં આવેલા ઝાંઝરીયુ અને કચરીયુ તળાવ , ગુલમહોર, દેવસિટી અને કોપરણ તળાવ,ગોતાની સાથે ઓગણજમાં આવેલા કાળી તળાવમા પણ જેટ અરેટર લગાવવા માટે કોર્પોરેશને કવાયત શરુ કરી છે.