Gujarat
મકરબા વિસ્તારમાં આવેલા સીવી સ્ટ્રેટા બિલ્ડિંગની પી.જી.માં લિથિયમ બેટરી ફાટતા આગ લાગી
By GS TEAM
15 Oct 20251 min read

અમદાવાદ,બુધવાર,15 ઓકટોબર,2025
મકરબા વિસ્તારમાં આવેલા સીવી સ્ટ્રેટા બિલ્ડિંગના ૧૧મા માળે
ચાલતા પી.જી.માં બુધવારે વહેલી સવારે૩.૪૫
કલાકના સુમારે લિથિયમ બેટરી ફાટતા આગ લાગવાની ઘટના બની હતી. આગના કારણે ફેલાયેલા
ધુમાડાને કારણે બેભાન બનેલા ચાર યુવકોને સારવાર માટે હોસ્પિટલ મોકલાયા હતા.
ફાયર કંટ્રોલ સૂત્રોમાંથી મળતી વિગત મુજબ, પી.જી.માં આગ
લાગવાની જાણ થતા ફાયર વિભાગ તરફથી ફાયર
ફાઈટર સહીત કુલ આઠ વાહનો ઘટના સ્થળે પહોંચતા કરવામા આવ્યા હતા.ધુમાડામા ફસાયેલા
ફરીદભાઈ ઉપરાંત હર્ષરાજ ,મિત તથા
શ્યામભાઈ નામના યુવકને ફાયર વિભાગે બહાર કાઢી સોલા સિવિલ હોસ્પિટલ ખાતે મોકલી
આપ્યા હતા. આ યુવકો રીસર્ચ કામગીરી માટે લિથિયમ બેટરી લઈ આવ્યા પછી સૂઈ ગયા હતા તે
સમયે અચાનક જ બેટરી ફાટી હતી. સદનસીબે મોટી દુર્ઘટના બનતી ટળી હતી.








