Gujarat

ચાંદલોડીયા વિસ્તારમાં આવેલા ૬૦ ફૂટ ઉંડા કુવામાં ગરકાવ પિતા-પુત્રીને જહેમત પછી બહાર કઢાયા

By GS TEAM
16 Dec 20251 min read
ચાંદલોડીયા વિસ્તારમાં આવેલા  ૬૦ ફૂટ ઉંડા કુવામાં ગરકાવ પિતા-પુત્રીને જહેમત પછી બહાર કઢાયા

  અમદાવાદ, મંગળવાર,16 ડિસેમ્બર,2025

અમદાવાદના ચાંદલોડીયા વિસ્તારમાં આવેલા ૬૦ ફૂટ ઉંડા કુવામાં પુત્રીનો પગ લપસતા ગરકાવ થઈ હતી.તેને બચાવવા પિતાએ પણ છલાંગ મારી હતી. ફાયર વિભાગની રેસ્કયૂ ટીમે એક કલાકથી વધુ જહેમત પછી બંનેને બહાર કાઢી સોલા સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે મોકલી આપ્યા હતા.

બનાવ અંગે ફાયર કંટ્રોલસૂત્રોમાંથી મળતી માહિતી મુજબ,સોમવારે રાતે ૧૧.૪૫ કલાકના સુમારે ગજરાજ સોસાયટીના જૈન દેરાસરના ઉંડા કુવામાં અંજલી રાજેશભાઈ સેનીનો પગ લપસતા ૬૦ ફૂટ ઉંડાકુવામાં ગરકાવ થઈ હતી. જેને બચાવવા તેના પિતા રાજેશભાઈ સેનીએ પણ છલાંગ લગાવી હતી. ફાયર કંટ્રોલને મેસેજ મળતા સ્ટેશન ઓફિસર સહીત ફાયરના જવાનો ઘટના સ્થળે બચાવ કામગીરી માટે દોડી ગયા હતા.રાતના અંધકારમાં ટોર્ચ લાઈટ,રસ્સા અને દોરડાની મદદથી બંનેને સલામત રીતે બહાર કાઢી સારવાર માટે મોકલી અપાયા હતા.